Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હું મારી સવારની ચા પીવામાં જરા પણ ડિસ્ટર્બ સહન કરી શકતો નથી, અને આ દુનિયાના લોકો મને સવારની ચા કદી શાંતિથી પીવા દેતા નથી. અરે, ગઈ કાલની વાત છે કે મેં મારી સવારની ચા હજુ હાથમાં લીધી જ હતી ત્યાં ડોરબેલ વાગી.
હું ઊભો થયો અને બારણું ખોલ્યું તો સામે બે માણસો ઊભા હતા. મેં પૂછ્યું, *તમે કોણ? કોનું કામ છે ?*
*સર, અમે પીજીવીસીએલમાંથી આવીએ છીએ. અમે તમને એવી સગવડ કરી આપવાના છીએ કે હવે તમારે લાઈટનું બિલ જ નહીં આવે..!*
આટલું સાંભળતા જ હું તો ખુશ થઈ ગયો --- મને થયું કે મારા ઘરે દિલ્હીની તિહાર જેલમાંથી જમીન પર છૂટેલા કેજરીવાલજી પધાર્યા છે કે શું ! તેમણે જ તો દિલ્હી અને પંજાબની જનતાને વીજળીના બિલમાંથી રાહત આપી છે...!
એ તો મને પછી ખબર પડી કે તેઓ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડી જવાના છે, અને સ્માર્ટ મીટરની વ્યવસ્થા એવી કે તેમાં ઘરે બિલ ના આવે પરંતુ તમારા સ્માર્ટ મોબાઇલમાં મેસેજ આવે કે, તમારું બેલેન્સ ઝીરો થઈ ગયું છે માટે હજાર પંદરસો રૂપિયાનું રિચાર્જ કરાવો નહિતર તમારી લાઈટ ગુલ.
અત્યારે જમાનો સ્માર્ટ છે. અને આજની યંગ જનરેશન પણ એકદમ સ્માર્ટ છે, કારણ કે તેઓ અનેક પ્રકારના સ્માર્ટ ગેજેટ્સ વાપરે છે જેવા કે, સ્માર્ટ મોબાઈલ, સ્માર્ટ ટીવી, સ્માર્ટ ઘડિયાળ, વગેરે વગેરે.
અને હવે સરકારે પણ સ્માર્ટ બનવાનું નક્કી કર્યું છે, અને તેની શરૂઆત કરી છે સ્માર્ટ ઇલેક્ટ્રીક મીટર લગાવીને. સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા પણ ઘણાં જ છે -- આવું હું નથી કહેતો, પરંતુ પીજીવીસીએલ કહે છે. તેઓ કહે છે કે સ્માર્ટ મીટરનો પહેલો ફાયદો તો એ છે કે તમે તમારું લાઈટ બિલ રોજેરોજ જોઈ શકો છો.. આને શું ફાયદો કહેવાય...? આજ દિવસ સુધી તો અમે દર બે મહિને એકવાર અમારું બિલ જોઈને જીવ બાળતા. તો હવે શું અમારે સ્માર્ટફોનમાં રોજ અમારું બિલ જોવાનું ને રોજ જીવ બાળવાનો ?
સ્માર્ટ મીટર બાબત શશીકાંત મશરૂ સ્પષ્ટપણે પૂછે છે કે, આ સ્માર્ટ મીટર છે કે ખિસ્સાકાપ મીટર છે? ને અવળો મોટો પ્રોજેક્ટ અમલમાં મુકતા પહેલા પ્રજાના દરેક વર્ગને વિશ્વાસમાં તો લેવા જોઈએ કે નહીં ?
જો કે મને તો આ સ્માર્ટ મીટર એટીએમ જેવું વધારે લાગે છે. અહીં પીજીવીસીએલ, કે તેના જેવી જ બીજી વીજ કંપનીઓ બેંક છે, અને સ્માર્ટ મીટર લગાવનાર આપણે તેના એટીએમ છીએ.
કહે છે કે પીજીવીસીએલ સ્માર્ટ મીટર આપણને ફ્રી આપશે. પરંતુ આજ સુધીનો અનુભવ કહે છે કે આ દુનિયામાં કશું પણ ફ્રી મળતું નથી. દરેક સ્માર્ટ મીટર પાછળ પાંચથી સાત હજારનો ખર્ચ થાય છે એટલે કે સરકારને આ પ્રોજેક્ટ પાછળ જંગી ખર્ચા થશે. કોઈ કહે છે દશ હજાર કરોડનો ખર્ચ થશે, તો કોઈ કહે છે કે એક લાખ કરોડનો ખર્ચ થશે.
અહીં આ ખર્ચના આંકડાઓનો આપણા માટે કોઈ અર્થ નથી, કારણ કે અહીં એકડા પાછળ કેટલા મીંડા આવે તે ગણતા પણ આપણને નથી આવડતું. જ્યારે સરકાર માટે તો આ રકમમાં જેટલા મીંડા એટલા ઈંડા -- એટલે કે મરઘીએ આપેલા સોનાના ઈંડા છે...!
અને આપણે માટે ? આપણે માટે તો આ બધા જ મીંડા એ એકડા વગરના મીંડા જેવા છે, એટલે કે સાચા અર્થમાં ઝીરો.. બિલકુલ અર્થ વગરના. આપણી જિંદગી જેવા જ.
વિદાય વેળાએ : "જ્ઞાન જરૂરી છે કે પૈસા ?" *પૈસા ..!"
"કેવી રીતે ?"
"કારણ કે પૈસા કોઈ જલદી આપતા નથી, જ્યારે જ્ઞાન તો લોકો મફતમાં આપતા હોય છે..!!"
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial