Advertisement
Author: નોબત સમાચાર

તપાસ ચાલુ છે...

રાજકોટના ગેમઝોનમાં આગ લાગી. લાક્ષાગૃહની જેમ ભળભળ સળગી ઊઠેલા ગેમઝોનમાં ૩૦ - ૩૨ લોકોએ જીવ ગુમાવ્યો. થોડા જ દિવસો પહેલા ચૂંટણીના સમયે રાજકોટના ખૂણે ખૂણે લોકોને મળવા પહોંચી ગયેલા રાજકારણીઓ અચાનક ગુમ થઈ ગયા.

અકસ્માત બાદ સતત મીડિયાથી દૂર રહેલા રાજકોટના પ્રથમ નાગરિક, એટલે કે મેયર સાત દિવસે મીડિયા સમક્ષ દેખાયા. પત્રકારોએ ગેમઝોન વિશે પ્રશ્નોનો મારો ચલાવ્યો, એટલે તરત જ જવાબ આપ્યો કે, *તપાસ ચાલુ છે..*

*તપાસ કોણ કરે છે?*  પત્રકારોએ પૂછ્યું તો તરત જ જવાબ મળ્યો કે, *રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તપાસનો ધમધમાટ ચાલુ જ છે...*

આપણી ન્યાય પ્રણાલી વિશે એક વાક્ય બહુ જ પ્રખ્યાત છે, *તારીખ પે તારીખ, તારીખ પે તારીખ.....*. એટલે કે કોઈ કેસ કોર્ટમાં લાંબો ચલાવવો હોય તો તેમાં સતત નવી નવી મુદત, એટલે કે તારીખ આપવામાં આવે છે અને કોર્ટ કેસના પક્ષકારો કોર્ટના, અને સાથે સાથે વકીલોની ઓફિસના પણ ચક્કર કાપતા રહે છે.

બસ આ જ વાત સરકાર આપણને આ રીતે કહે છે કે, *તપાસ ચાલુ છે....* આ જ પ્રણાલીકા નું પાલન કરતાં રાજકોટના મેયરે પત્રકારોને કહી દીધું કે, *તપાસ ચાલુ છે.*

*તપાસ કોણ કરે છે ?* પત્રકારે ફરીથી પૂછ્યું તો જવાબ મળ્યો કે, *તપાસ જેમને સોંપવામાં આવી છે તેઓ તપાસ  કરી રહ્યા છે..!*

પત્રકારો સાથેની વાતચીતમાં મેયરશ્રી ફક્ત ત્રણથી ચાર મિનિટમાં ૧૮ વખત *તપાસ* શબ્દ બોલ્યા, ફેરવી ફેરવીને બોલ્યા. તેમણે સરકાર દ્વારા ચાલતી તપાસ વિશે કહેલા કેટલાક નમૂનારૂપ વાક્યો આ રહ્યા.

*સરકાર દ્વારા પણ તપાસ થઈ રહી છે...*

*તપાસની કામગીરી જેને સોપવામાં આવેલી છે તે સો ટકા તપાસ કરશે, કડક તપાસ કરશે..!!!*

તપાસ વિશે આટલુ બધુ સાંભળ્યા પછી પણ કોઈને એ ન ખબર પડી કે, તપાસ કોણ કરે છે ? તપાસ કેટલા સમયમાં પૂરી થશે ? તપાસ પૂરી થયા પછી શું ? તપાસમાં કસુરવાર થશે તેને શું સજા કરવામાં આવશે ?

પાછલા થોડા વર્ષોનો ઇતિહાસ જોઈએ તો અનેક દુર્ઘટનાઓ નજરે ચડે છે કે જેમાં માનવીય બેદરકારી પણ છે, અને તપાસમાં ઢીલ પણ .

દા.ત.  જૂન, ૨૦૨૧ - સુરતઃ ૨૨ યુવાનોના મૃત્યુ, તક્ષશિલા આગની ઘટના, *કડક કાર્યવાહી કરશું*. ઓક્ટોબર, ૨૦૨૨ - મોરબીઃ ૧૩૧ મૃત્યુ, ઝુલતા પુલની ઘટના, *કડક કાર્યવાહી કરશું*

જુલાઈ, ૨૦૨૩ - અમદાવાદઃ ૯ મૃત્યુ, તથ્ય પટેલ રોડ અકસ્માત, *કડક કાર્યવાહી કરશું*.

ફેબ્રુઆરી, ૨૦૨૪ - વડોદરાઃ ૧૨ વિદ્યાર્થીના મૃત્યુ, હરણી તળાવ દુર્ઘટના, *કડક કાર્યવાહી કરશું*.        મે, ૨૦૨૪ - રાજકોટઃ ૩૦ મૃત્યુ, ગેમ ઝોન આગની ઘટના, *કડક કાર્યવાહી કરશું*.

આ રીતે દરેક વખતે આપણને મળે છે એક તપાસપંચ અને કડક કાર્યવાહીનું આશ્વાસન.. જોઈએ અમલ ક્યારે થાય છે ?

વિદાય વેળાએ : બાળકો તો પહેલા પણ ભલાભોળા હતા અને આજે પણ ભલા ભોળા જ છે, પરંતુ આજે તો તેમનું ભોળપણ કોમ્પ્યુટર અને ટેકનોલોજીએ છીનવી લીધું છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh