Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂ. બા ના મમત્વનો શિતળ છાંયો ગુમાવ્યા પછી આજે પણ તેઓની સ્નેહાળ અનુભૂતિ થઈ રહી છે. તેઓની સ્મૃતિઓને મળાવીને તેઓએ આપેલા સંસ્કારોને અનુસરીને અમો તેઓના આદર્શો-ઉમદા વિચારોને અનુરૂપ જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અને તેઓએ કરેલા પથદર્શન મુજબ સત્કાર્યો અને સેવાકાર્યો સ્વરૂપે તેઓને સ્મરણાંજલિ અર્પણ કરતા રહીએ છીએ.
'નોબત'ના આદ્ય સ્થપક અને અમારા સૌના પથદર્શક સ્વ. રતિલાલ માધવાણીના જીવનસંગિની તરીકે તથા અમારા માતુશ્રી તરીકે તેઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. એટલું જ નહીં, 'નોબત'ની પ્રગતિયાત્રામાં પણ તેઓ સહભાગી બન્યા, તે યોગદાને અને સમર્પણ ક્યારેય વિસરી શકાય તેમ નથી. પરિવારને એક તાંતણે બાંધીને અમારામાં કરેલા સંસ્કારનું સિંચન જ અમારૃં આત્મબળ બન્યું છે.
માયાળુ મમતાની મિશાલ સમા પૂ. બા સૌ કોઈને પોતાના સ્નેહાળ મમત્વથી પોતાના કરી લેતા હતાં અને તેઓનો પ્રેમાળ સ્વભાવ, હસમૂખો ચહેરો અને સાદગીપૂર્ણ જીવનને માધવાણી પરિવાર અને 'નોબત' પરિવાર ક્યારેય વિસરી શકે તેમ નથી.
પૂ. બા એ વર્ષ ર૦૦૭ ની ૧૩ જુલાઈના વૈકુંઠગમન કર્યું, ત્યારે અમને કારમો આઘાત લાગ્યો હતો, અને અમને ન પૂરાય તેવી ખોટ પડી ગઈ હતી. તેઓ આજે પણ અમારા બધાના અંતરમનમાં સ્મૃતિ અને પ્રેરણા સ્વરૂપે હરહંમેશ જિવંત જ છે. તેઓને માધવાણી પરિવાર અને 'નોબત' પરિવાર ભાવભરી સ્મરણાંજલિ સાથે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે, અને તેઓ વૈકુંઠમાંથી આપણા બધા પર હરહંમેશાં અમીભર્યા આશીર્વાદ વરસાવતા રહે તેવી પ્રાર્થના કરીએ...
તા. ૧૩-૦૭-ર૦ર૪
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર