Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉર્જામય લગાતાર હૂં મૈં, ગુરુઓ કા સરદાર હૂં મૈં
ચાણક્યનું પ્રસિદ્ધ વિધાન છે કે 'શિક્ષક કભી સામાન્ય નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ'
શિક્ષક દિને આપણે આ વિધાનનો અચૂક ઉપયોગ કરીએ છીએ પરંતુ અસાધારણ લોકો એટલે કે શિક્ષકોને પણ જ્યારે કોઇ પ્રશ્ન ઉદ્ભવે ત્યારે તેને ઉકેલવાની જવાબદારી જે વ્યક્તિ પર હોય એ પણ અસાધારણ જ હોવો જોઇએ. જામનગરનાં બેડનાં વતની દિગ્વિજયસિંહ જાડેજાએ સતત ચોથી વખત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘનાં પ્રમુખ પદે ચૂંટાઇને વિક્રમ રચી અસાધારણ લોકોનાં સરદાર હોવાનું બિરૂદ મેળવ્યું છે. દિગ્વિજય સિંહે 'નોબત' ની શુભેચ્છા મુલાકાત લઇ 'નોબત' પરિવારનાં દર્શકભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથે સંવાદ કર્યો હતો. આ તકે તેમનાં મિત્ર નવીનભાઇ હિંડોચા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
દિગ્વિજયસિંહ ૨૦૧૫ માં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘનાં પ્રમુખ થયા પછી ૨૦૧૮,૨૦૨૦ અને ૨૦૨૪ માં ફરી પ્રમુખ પદે ચૂંટાઇ સતત ચોથી વખત પ્રમુખપદે ચૂંટવાનો વિક્રમ સર્જી ચૂક્યા છે જે આ સંગઠનનાં લગભગ પોણા બે લાખ શિક્ષકોનાં તેમનાં પરનાં વિશ્વાસને અભિવ્યક્ત કરે છે.
દિગ્વિજયસિંહ ૧૭૭ દેશ સંલગ્ન અને ૩૫ લાખ શિક્ષકોની સંસ્થા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘનાં કાર્યકારી અધ્યક્ષ પણ છે.આ ઉપરાંત જામનગર જિલ્લા કર્મચારી મંડળનાં પ્રમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ પણ છે. એટલે કે તેઓ શિક્ષણ જગતમાં અને જાહેર જીવનમાં અનેક મોરચે અગ્રણી બની તેમનાં નામ 'દિગ્વિજય' ને સાર્થક કરે છે એમ કહી શકાય.
શિક્ષકોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેવાનું જણાવી તેમનાં કાર્યકાળ દરમ્યાન થયેલ ૧૫ મુદ્દાનાં આંદોલન પૈકી ૧૪ મુદ્દા સરકારે સ્વીકારી લીધા હોવાનું જણાવી આગામી દિવસોમાં બાકી રહેતા ઓલ્ડ પેન્શન સ્કીમ અંગે પણ લડત અવિરત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરે છે.
શિક્ષકોની સળંગ સર્વિસ, કચ્છ કાટમાળ એસીબીમાં ફરિયાદ મુક્તિ, એચ.ટાટ શિક્ષકોની બદલીનાં નિયમો બહાર પાડવામાં આવ્યા વગેરે સુધારાઓ દિગ્વિજયસિંહની આગેવાનીમાં સંગઠનનો સંઘર્ષ સફળ થયાનાં પુરાવારૂપ છે.
પ્રવાસી શિક્ષકો, કરાર આધારીત જ્ઞાન સહાયક શિક્ષકોનાં મોડેલને કારણે છેવાડાનાં ગામડાઓમાં સ્કૂલો શિક્ષકો વગરની હોવાનું જણાવી તેઓ શિક્ષકોની કાયમી ભરતીની હિમાયત કરવાની વાત કરી વર્ષ ૨૦૦૫ પહેલા - પછીનાં ભરતી થયેલ શિક્ષકોને જૂની પેન્શન યોજના (ઓ.પી.એસ.)નો લાભ અપાવવા સંગઠન સતત ક્રિયાશીલ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત સમયાંતરે બદલીનાં કેમ્પ વડે પણ શિક્ષકોને સહાયક થવા સંગઠન કાર્યરત હોવાનું તેઓ જણાવે છે.
વાતચીત દરમ્યાન તેઓ ગાંધીનગરમાં ૫૦૦ વિદ્યાર્થી અને ૨૦૦ શિક્ષકનાં ઉતારાની વ્યવસ્થા ધરાવતા પ્રાથમિક શિક્ષક સંઘનાં ભવ્ય ભવનને એશિયાનું અગ્રણી અને આદર્શ ભવન પૈકીનું એક ગણાવી એ માટે શિક્ષકોએ ફાળવેલા ફંડ અને સંગઠનનાં નિર્માણલક્ષી પરીશ્રમને પ્રશંસાપાત્ર ગણાવે છે. ઉપરાંત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કારગીલ યુદ્ધ વખતે ૩૬ કરોડ, બનાસકાંઠા અતિવૃષ્ટિ આફત વખતે ૩૫ કરોડ તથા કોરોનાકાળ વખતે ૪૩ કરોડનાં ફંડનાં એકત્રીકરણ અને સહાયને સીમાચિહ્નરૂપ અને પ્રેરક ગણાવી સમાજમાં શિક્ષકોનાં યોગદાનને અદ્રિતીય ગણાવે છે.
દિગ્વિજયસિંહ સંગઠન શિક્ષકોનાં હક માટે લડે છે તો શિક્ષકોની ફરજપાલન માટે પણ પ્રતિબદ્ધ હોવાનું જણાવી શિક્ષકોને તમામ વિષમતાઓ વચ્ચે પણ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક શૈક્ષણિક કાર્ય કરવા અનુરોધ કરી તેમનાં પ્રશ્નો માટે સતત લડતા રહેવાનો વાયદો કરી વાર્તાલાપને વિરામ આપે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial