Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણને આઝાદી મળી ૧૯૪૭ માં. એટલે કે આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ ઉજવણી થવી જ જોઈએ, કારણ કે આપણે સાચી આઝાદી તો હવે માણી રહ્યા છીએ -- દા. ત. બોલવાની આઝાદી.
વાણી સ્વાતંત્ર્ય એ તો બંધારણે આપણને આપેલો એક મૂળભૂત અધિકાર છે. પરંતુ તમે જ યાદ કરો, આજ સુધીમાં ક્યારે તમે તમારા મનની વાત મુક્ત રીતે રજૂ કરી શક્યા ? સાચું કહું તો આજ સુધી આપણી વાત આપણા ઘરમાં પણ કોઈ સાંભળતું નથી, તો દુનિયા આખી સમક્ષ કેમ રજૂ કરવી...?
આઝાદીના અમૃત મહોત્સવ સમયે આપણા આ પ્રોબ્લેમનો ઉકેલ મળી ગયો છે, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સ્વરૂપે. આપણા મનની વાત સોશિયલ મીડિયા પર મૂકી દેવાની, પછી જુઓ ચમત્કાર. તમારી જે વાત ઘરના બે ચાર મેમ્બર પણ નહતા સાંભળતા તે વાત, આખી દુનિયા સાંભળશે, અને તમારી આ પોસ્ટને અસંખ્ય લાઈક પણ મળશે... જો કે તેના માટે એક શરત છે કે તમારે પણ બીજા લોકોની પોસ્ટને અચૂક લાઈક કરવાની..!!
અંગ્રેજીમાં એક કહેવત છે કે, લાઈફ બીગીન્સ એટ સિક્સટી. એટલે કે આપણી સાચી જિંદગી તો ૬૦ વર્ષે શરૂ થાય છે. જ્યારે આપણને આઝાદી મળી એને તો ૭૫ વર્ષ પૂરા થઈ ગયા. આજે આપણે આપણા જીવનમાં અનેક પ્રકારની આઝાદી ભોગવીએ છીએ, દા. ત. ગંદકી કરવાની આઝાદી, ટ્રાફિકના રૂલ્સ તોડવાની આઝાદી, લાંચ દેવાની આઝાદી, લાંચ લેવાની આઝાદી, વગેરે વગેરે.
આવી જ એક મહત્ત્વની આઝાદી ભોગવે છે સરકારી નોકરિયાતો. એકવાર કોઈકે પૂછેલું કે, *ખાનગી નોકરી અને સરકારી નોકરી વચ્ચે ફેર શું ?*
લાલાએ તરત જ જવાબ આપેલો કે, *ખાનગી નોકરીમાં તમને તાવ આવતો હોય તો પણ તમારું કામ કરવું પડે. જ્યારે સરકારી નોકરીમાં તો કશું કામ કરવાની વાત આવે અને સાહેબને તાવ ચડી જતો હોય છે..!!*
અને આજના વિદ્યાર્થીઓ તો પૂરેપૂરા નસીબદાર છે. માર્ક ટ્વેઈનને ભણવાનું બિલકુલ ન ગમે. તેણે એક વખત કહેલું કે, *મને ભણવા સિવાયનું કંઈ પણ કામ કહેજે..*
આજના વિદ્યાર્થીઓને તો આટલું પણ કહેવું નથી પડતું. સ્કૂલમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણ કરવાની બિલકુલ મનાઈ. આપણે જ્યારે ભણતા ત્યારે ઘરે પપ્પાથી બીતા અને સ્કૂલે શિક્ષકથી. હવે તો બીક શિક્ષકે રાખવી પડે છે કે કોઈ વિદ્યાર્થી તેની સાચી કે ખોટી ફરિયાદ ન કરી દે...
અને શાણો શિક્ષક વિદ્યાર્થીને ફરિયાદ કરવાનો મોકો આપતો જ નથી ને. વિદ્યાર્થીઓની સગવડતા સાચવવા માટે જ લાંબી રજા મૂકીને ફોરેનની ટુર પર ઉપડી જાય છે, અને પછી ફોરેનમાં બેઠા બેઠા બે વર્ષ, ત્રણ વર્ષ, પાંચ વર્ષ, એમ પોતાની રજા લંબાવે જ રાખે છે. આમ કરવાથી બધાની સગવડતા સચવાઈ જાય છે, વિદ્યાર્થીને ભણતરનો ભાર ઉપાડવો નથી પડતો, અને શિક્ષકને ફોરેન બેઠા બેઠા જ તેનો પગાર મળી જાય છે.
પછી તો બીજા શિક્ષકો પણ તેમાંથી પ્રેરણા લે છે. તેઓ પણ લાંબી રજા મૂકે છે, અને જેને સગવડ હોય તેઓ ફોરેન જાય છે, જ્યારે બાકીના દેશમાં રહીને જ દેશસેવા કરે છે.
આ આખીય સુંદર વ્યવસ્થામાં ફાચર તો પત્રકારો મારે છે -- ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમને નામે. છાપામાં છપાતા આવા અહેવાલોને કારણે જ સરકારે પણ આવા શિક્ષકોનું વર્ગીકરણ શરૂ કર્યું છે, ગુટલીબાજ શિક્ષકો, લાંબી રજા પર ગયેલા શિક્ષકો, નોટીસ આપવા છતાં ગેરહાજર રહેલા શિક્ષકો, વગેરે વગેરે.
માટે વિદ્યાર્થી મિત્રો, શક્ય છે કે તમારે હવે ખરેખર ભણવું પણ પડે...!!
વિદાય વેળાએ : કોઈ ફાઈવ સ્ટાર સ્કૂલમાં ચાર દીવાલો વચ્ચે રહીને મેળવેલા શિક્ષણનું પરિણામ.
જે કાગળ ઉપર અભણનો અંગૂઠો લેવાયો, તેમાં છેલ્લો મુદ્દો એ હતો કે, મેં ઉપરની બધી શરતો *વાંચી* છે !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial