Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પક્ષીઓ દર વર્ષે હજારો કિલોમીટર અંતર કાપીને દૂર દૂર સુધી પ્રવાસ કરે છે.લાખો પક્ષીઓ આ પ્રવાસ માં જોડાય છે. આપણા દેશ માં પણ ખૂબ પ્રવાસી પક્ષીઓ આવે છે અને પોતાની સીઝન પૂરી થતાં પાછા જતા રહે છે.રશિયા, આફિકા, યુરોપ, મધ્ય એશિયા અને બીજા ઘણા સ્થાનો પરથી દર વર્ષ દરમિયાન આપણાં મહેમાન બને છે. આવી જ રીતે ગુજરાત પણ પક્ષીઓનું હોટસ્પોટ બને છે.
દરેક વર્ષે આવતા પક્ષીઓ જામનગરના આકાશ માં પણ ખૂબ મોટી રંગોળી પુરે છે. કેમ કે ખુબ બધા કલર, આકાર, અને પ્રજાતિઓ નાં પક્ષીઓ જામનગર આવે છે.
મહેમાનો જામનગરના જલપ્લાવિત વિસ્તારો જેવાકે ખીજડીયા પક્ષી અભયારણ્ય , લાખોટા તળાવ, ઢિચડા તળાવ, જામનગર માં આવેલા લાંબા અને સમૃદ્ધ દરિયા કિનારા, દરિયા ની નજીક આવેલા મીઠા નાં અગરિયા તેમજ રણજીતસાગર જેવા અનેક ડેમ વિસ્તારો માં આરામથી વિહરતા જોવા મળી જતા રહે છે. જામનગર માં ખુબ લાંબો દરિયા કિનારો આવેલો હોવાથી પક્ષીઓ સહેલાઈ થી રહે છે. આ ઉપરાંત જામનગર માં આવેલા મરીન નેશનલ પાર્ક અને ખીજડીયા અભયારણ્ય પક્ષીઓ માટે આખા દેશ માં સ્વર્ગ સમાન છે.
૩૫૦ થી વધારે પ્રજાતિઓનાં પક્ષી જામનગર માં નોંધાયેલા છે. ગ્રેટ વ્હાઇટ પેલિકન, ઇન્ડિયન સ્કિમર,ક્રેબ પ્લોવર, ગ્રેટ નોટ, રેડ નોટ, કોમન ક્રેન, આ બધાં પક્ષીઓ ખુબ આકર્ષણ જગાવે છે.
(પક્ષીઓનું માઇગ્રેસન કરવાનું કારણ...)
સામન્ય રીતે પક્ષીઓ માઇગ્રેસન પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરતા હોઈ છે. ઉદાહરણ તરીકે કોઈ એક તાપતાંલ એટલે કે બતક ની પ્રજાતી છે કે જે રશિયા દેશ માં રહે છે ત્યાં માળાઓ બનાવે છે હવે બધા જાણતા હશે કે રશિયા માં ઠંડી ની સીઝન એટલી સખત હોઈ છે કે જે બતકો ને ભોજન માટે નદી, તળાવો જેવા વિસ્તારો માં નિર્ભર રેહવું પડે છે તે તળાવો થીજી જતા હોઈ છે. એના કારણે ત્યાં ભોજન મળવું અશક્ય જેવું બની જતું હોઈ છે. આમ ભોજન ની ઉણપ દૂર કરવા તે લાંબા પ્રવાસ કરી ભારત માં આવે છે. કેમ કે ભારત માં હજી વરસાદ ની સીઝન પૂરી થય હોઈ અને જળપ્લાવિત વિસ્તારો ભોજન થી ભરપૂર મળે છે. અને રશિયા ની સરખામણીમાં ભારત માં એટલી ઠંડી નથી પડતી. તો આમ આ પક્ષીઓ ભારત અને જામનગર માં આવે છે. આવી જ રીતે બીજા કારણો જવાબદાર હોઈ છે જેમ કે કોઈ વિસ્તારો માં શિકારી પક્ષીઓ કે શિકારી પ્રાણીઓ થી બચવા પણ ત્યાં થી ઉડી ને દૂર જતા હોઈ છે. એક પક્ષી જે જામનગર આવે છે તેનું નામ છે ૈંહઙ્ઘૈટ્ઠહ જીૌદ્બદ્બીિ કે જેને જળહળ કહેવાય છે. આ પક્ષીઓ આપણા જ દેશ માંથી એટલે કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ નાં ચંબલ નદી કિનારાના વિસ્તારોમાં અને નદીઓમાં પાણી જ્યારે ઓછું થાય ત્યારે નાના નાના ટાપુઓ બને છે તેમાં માળાઓ બનાવે છે. હવે માળાઓ બનાવવાની સીઝન પછી ત્યાં નદીઓમાં વરસાદ નાં લીધે પાણી ની પુષ્કળ આવક હોઈ છે તો ટાપુઓ ડૂબી જતાં હોઈ છે હવે આવી પરિસથિતિમાં પક્ષીઓ ને બેસવાનું પ ણ મૂશ્કેલ બને છે તો ત્યાં થી આ પક્ષીઓ માઇગ્રેસન કરી દેશ નાં ઘણા સ્થાનો ઉપર જતાં રહે છે અને એક બહું મોટી સંખ્યા માં જામનગર આવે છે. પાછું ફરતા જ્યારે શિયાળાની સીઝન પૂરી થતાં જ્યારે ત્યાં ચંબલ નદી માં પણ પાણી નું સ્તર નીચું આવે ત્યારે ત્યાં માળાઓ કરવા જતાં રહે છે.
આવી રીતે બધા પક્ષીઓ પાસે પોતપોતાનું કારણ હોઈ છે માઇગ્રેસન કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે.
(માઇગ્રેસન કઈ કઈ રીતે થાય છે?)
પક્ષીઓ માઇગ્રેસન મોટાં ભાગે ઉડીને ને જ કરે છે. પણ માઇગ્રેસન કરતા બીજા પક્ષીઓ પણ છે કે જે ચાલીને અને પાણી માં તરીને પણ કરે છે. જેમ કે સાહમુર્ગ અને ઇમુ જેવા પક્ષીઓ ચાલીને માઇગ્રેસન કરે છે. ઘણી વાર એમના વિસ્તારો માં પાણી ની અછત હોઈ છે તો ઘણા કિલોમીટર સુધીનો પ્રવાસ ચાલીને કરે છે એવી જ રીતે ઠંડા પ્રદેશો નાં પક્ષીઓ જેવા કે પેંગ્વિન કે જે અમુક સમય દરિયા માં માછલીઓ ની અછત સર્જાઈ જતા દૂર દૂર સુધી પાણી માં તરીને માઇગ્રેસન કરે છે. આમ મુખ્યત્વે ૩ પ્રકારે માઇગ્રેસન થાય છે. ઉડીને , તરીને અને ચાલીને.
(માઇગ્રેસન પાછળ નું વિજ્ઞાન)
પક્ષીઓ માઇગ્રેસન કરે તો છે પણ વેજ્ઞાનિકો માટે એના જવાબદાર કારણો હંમેશા રહસ્યમય રહ્યા છે. કેમ કે કોઈ સચોટ સિદ્ધાંત અત્યાર સુધી ઉપલબ્ધ નથી મળ્યા. તેમ છતાં પક્ષીઓ પાછળ ખૂબ સંશોધનો થયા છે તેમાંથી મુખ્યત્વે ૩ સિદ્ધાંત માનવામાં આવે છે.
*જીેહ ર્ષ્ઠદ્બૅટ્ઠજજ* એટલે કે સૂર્ય ની ગતિ, સૂર્ય નું પરિભ્રમણ અને સૂર્ય નાં આધાર અને દિશા માર્ગદર્શન થી પક્ષીઓ ને મદદ મળે છે.
*જીંટ્ઠિ ર્ઝ્રદ્બૅટ્ઠજજ* એટલે કે તારાઓ અને ગ્રહો ને જોઈ અને દિશા અનુમાનીત કરી ને રાત્રી દરમિયાન કરવામાં આવતું માઇગ્રેસન.
*સ્ીખ્તહીંૈષ્ઠ ર્ઝ્રદ્બૅટ્ઠજજ" એટલે કે પૃથ્વીના ચુંબકીય આકર્ષણ ને અનુભવ કરીને કરવામાં આવતું માઇગ્રેસન.
આમ આ ત્રણ સિદ્ધાંત માનવામાં આવે છે પણ હજી સુધી કોઈ સચોટ સિદ્ધાંત પુરવાર નથી બન્યું. વેજ્ઞાનિકો હજી સુધી આટલી ટેકનોલોજી અને સંસાધન હોવા છતાં જાણી નથી શક્યા.
(માઇગ્રેસન કઈ રીતે જાણી શકાય છે?)
પક્ષીઓ બધા જાણે છે પ્રવાસ કરે છે પણ પ્રવાસ કેટલો થાય છે? કેમ થાય છે? આ જાણવા માટે ખૂબ બધા સંશોધન થયા છે. જેમ કે પક્ષીઓ નાં પગમાં રીંગ પેરાવીને, પક્ષીઓ ને શરીર ઉપર જીપીએસ બેસાડીને તેમના પ્રવાસ જાણી શકાય છે.
પક્ષીઓ ઉપર નાના એવા જીપીએસ ટ્રેકિંગ ડીવાઈસ લગાવીને પક્ષીઓ કેટલું અંતર કાપે છે , કેટલું જીવે છે , ક્યાં ક્યાં જાય છે, ક્યા દેશો માંથી કેવા વિસ્તારો માં રોકાય છે કે માળાઓ બનાવે છે. પક્ષીઓ નાં જીવન ની કલાક કલાક નાં મોનીટરીંગ કરી એના રહસ્યો જાણવા પાછળ ખૂબ બધું વિજ્ઞાન કામ કરતું હોઈ છે.
ભારત માં મ્સ્ઁજી એટલે કે મ્ર્દ્બહ્વટ્ઠઅ દ્ગટ્ઠંેટ્ઠિઙ્મ ઁૈજંર્િઅ જીર્ષ્ઠષ્ઠૈીંઅ)/ આ રિગિંગ અને ટેગીગ નું કામ કરે છે અને બીજી સંસ્થાઓ પણ આ મહત્વપૂર્ણ કામો કરે છે.
(માઇગ્રેસન ને જાણવું જરૂરી કેમ છે?)
પક્ષીઓ માઇગ્રેસન કરે છે એને જાણવા પાછળ ખૂબ બધા હેતુ કામ કરે છે.જેમ કે પક્ષીઓ કેટલું જીવે છે, કેવી સીઝન માં કેવા ખોરાકો લે છે, કેટલો લાંબો પ્રવાસ કરે છે, પક્ષીઓ કેટલી સંખ્યા માં પ્રવાસ કરે છે, કેટલા દેશ ક્રોસ કરીને આવે છે.આ બધી અને બીજી પણ જરૂરી માહિતી એકઠી કરીને જંગલ ખાતા તેમજ અન્ય સંસ્થાઓ અને બીજા પક્ષી નિરીક્ષકો તેના સરંક્ષણ પાછળ પગલાં લેવા માટે મહેનત કરતા રહે છે.
જામનગરનું મહત્વ કેટલું છે ?
જામનગર હંમેશા થી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન રહ્યું છે. જામનગર માં લોકો ખૂબ જવાબદાર અને જાગૃત છે તેમજ શિકારી પ્રવુતિઓ નથી થતી અને જંગલખાતા તેમજ સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિ નાં પ્રયાસો સમયે સમયે ચાલુ રહેતા હોઈ છે. એટલા માટે પક્ષીઓ ને ખૂબ સુરક્ષિત વતાવારણ મળી રહે છે.
જામનગરમાં આવેલા મરીન નેશનલ પાર્ક માં ૪૨ થી વધારે ટાપુઓ આવેલા છે આટલો મોટો દરિયા કિનારો પક્ષીઓ ને ખૂબ અનુકૂળ આવે છે. દરેક કિલોમીટર માં માણસો ની વસ્તી પણ ઓછી છે તો પક્ષીઓ ને ખલેલ પહોંચે એવી કોઈ પ્રવૃત્તિઓ જોવા નથી મળતી.
જામનગર ૩૫૦ થી વધારે પક્ષીઓ માટે ઘર સમાન રહ્યું છે. પ્રવાસી પક્ષીઓ જામનગર સપ્ટેમ્બર મહિના નાં અંત માં આવવાનું ચાલુ કરે છે અને લગભગ માર્ચ મહિના નાં અંત સુધી જામનગર માં રહે છે. લાખોની સંખ્યામાં જામનગર પક્ષીઓ વિહરતા હોઈ છે.
આલેખનઃ જગત રાવલ, આશિષ પાણખાણીયા
તસ્વીરઃ જગત રાવલ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial