Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલથી જ અમેરિકાની અદાલતે અદાણી વિરૂદ્ધ વોરંટની ચર્ચા ભારતીય મીડિયા જ નહીં, ઈન્ટરનેશનલ મીડિયા, કાનૂની વર્તુળો તથા રાજનૈતિક પ્રવાહોમાં પણ કેન્દ્રસ્થાને છે. આ વોરન્ટના સમાચાર અને તેના પછી અદાણી ગ્રુપે કરેલા ખુલાસાને લઈને રાષ્ટ્રીય રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે અને કોંગ્રેસે તો અદાણી વિરૂદ્ધ તપાસ બેસાડવા જેપીસીની માંગણી પણ કરી દીધી છે. રાહુલ ગાંધીએ તો આ મુદ્દે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને રાબેતા મુજબના આક્ષેપો દોહરાવીને આ મુદ્દો સંસદમાં પણ ગજવવાના સંકેતો આપી દીધા છે.
ડીપ ફેઈક અથવા ડીપફેક ટેકનોલોજીના મૂળમાં તો અભ્યાસુ વૃત્તિ જ હતી અને તેનો પ્રયોગ સારા હેતુઓ માટે થાય તો આ નવી ટેકનોલોજી ઘણી જ ઉપયોગી પૂરવાર થઈ શકે છે, પરંતુ હાલમાં ડીપ ફેઈક અથવા ડીપ ફેકની જે ચર્ચા થઈ રહી છે, તે મોટાભાગે આ અદ્યતન ટેકનોલોજીના નકારાત્મક પ્રયોગોને કેન્દ્રમાં થઈ રહી છે. આ કારણે ડીપ ફેક અથવા ડીપ ફેઈક શબ્દનો ટોન જ હવે નેગેટીવ થઈ ગયો છે. એવું કહી શકાય કે ડીપ ફેઈક અથવા ફીપફેક ટેકનોલોજીનો સદુપયોગ ઓછો અને દરૂપયોગ વધુ થઈ રહ્યો હશે, તેથી જ તેની આવી નેગેટીવ છબિ ઉપસી રહી હશે, ખરૃં ને?
અદાણીની ધરપકડના વોરન્ટના સમાચાર અને ગ્રૃપની સ્પષ્ટતાઓ તથા રદિયાઓ પછી ડીપસ્ટેટની ચર્ચા હવે જોરશોરથી ચાલી રહી છે, અને 'ટોક ઓફ ધ વર્લ્ડ' બની ગઈ છે.
આમ તો વિદેશની અદાલતોમાંથી ઘણી વખત મૂળ ભારતીય નાગરિકો કે પછી ભારતના નાગરિકો દ્વારા થયેલા આંતરરાષ્ટ્રીય કાનૂનભંગના સંદર્ભે સમન્સ કે વોરન્ટ નીકળતા હોય છે, અને એક વૈશ્વિક અને રાષ્ટ્રીય રોજ-બરોજ ચાલતી રહેતી કાનૂની પ્રક્રિયા છે, જે ટ્રીટી અને વિવિધ દેશોની પરસ્પર સમજુતિઓ તથા વૈશ્વિક કરારોના આધારે ચાલતી રોજીંદી પ્રક્રિયા છે, પરંતુ જ્યારે અદાણી જેવા ધનાઢ્ય ઉદ્યોગપતિની વાત હોય, અને તેની રાજકીય વર્તુળોમાં પણ કાયમી ચર્ચા રહેતી હોય, ત્યારે તે ગ્લોબલ ટોકીંગનો મુદ્દો બની જાય, તે સ્વાભાવિક છે.
આરોપ એવો છે કે ભારતમાં સોલાર એનર્જી પ્રોજેક્ટ્સના ટેન્ડર પાસ કરાવવા માટે ભારતીય અધિકારીઓને કરોડો-અબજો રૂપિયાની લાંચની ઓફર કરી હતી. તે પછી ઈન્વેસ્ટરો પાસેથી આ સૂચિત પ્રોજેકટો માટે ફંડ મેળવાયું હતું, અને એ ઈન્વેસ્ટરોને લાંચ આપવાની વાતથી અળગા અથવા અજાણ રખાયા હતાં. તે પછી અદાણી ગ્રુપે આ તમામ આક્ષેપોને ફગાવતા ખુલાસા થયા, તે આપણી સામે જ છે ને?
આ આરોપો અમેરિકાની અદાલતમાં પ્રોસિક્યુટર્સ દ્વારા લગાવાયા હોવાનું કહેવા છે. આ મુદ્દે રાજકારણ ગરમાયા પછી ડીપસ્ટેટની ચર્ચા ફરીથી જોરશોરથી શરૂ થઈ ગઈ છે, અને ડીપસ્ટેટની થિયરી જાણવા સમજવાની જનજિજ્ઞાસા પણ વધી ગઈ હોય, તેમ જણાય છે.
ડીપસ્ટેટની થિયરીના નવનિયુક્ત અમેરિકન રાષ્ટ્રપતિ ઘણાં જ વિરોધી રહ્યા છે, પરંતુ વર્તમાન અને વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ જો બાઈડનનું વલણ ડીપસ્ટેટ ચાઈનીઝ કંપનીઓ પ્રત્યે કુણુ રહ્યું હતું, તેવી ચર્ચા પહેલેથી જ ચાલી રહી હતી, તેને અદાણીના વોરંટકેસ પછી વેગ મળ્યો છે.
ચીનની સરકાર ડીપસ્ટેટ ચાઈનીઝ કંપનીઓ ચલાવતી હોવાનો અને આ પ્રકારની ચાઈનીઝ કંપનીઓ પ્રત્યે જો બાઈડન સોફ્ટ કોર્નર ધરાવતા હતાં, તેવો આક્ષેપ થયો હતો, અને તેના સમર્થન તથા વિરોધમાં પ્રત્યાઘાતો પણ પડ્યા હતાં.
ચીનની મોટાભાગની કંપનીઓ સરકારી હોય છે, અને પ્રાઈવેટ કંપનીઓ પણ માત્ર કાગળ પર જ ખાનગી હોય છે, જે વસ્તવમાં ચાઈનીઝ સરકારની જ કંપનીઓ હોય છે, અને અલીબાબા જેવી કંપનીઓ દ્વારા જાસૂસી કરાવાતી હોવાની આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે, ત્યારે ડીપસ્ટેટ કંપનીઓની ફોર્મ્યુલાને અદાણીના પ્રકરણ સાથે સાંકળીને ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે. ચીનની તમામ ખાનગી કંપનીઓને પોતાને પૂરેપૂરો ડેટા તો ત્યાંની સરકારને આપવાનો જ હોય છે, પરંતુ ફંડીંગ તથા તદ્વિષયક નિર્ણયો પર પણ ચીનની સરકારનું સીધું નિયંત્રણ હોય છે, અને એવી જ સરકારને સમાંતર કામ કરતી કંપનીઓ દુનિયાના અન્યે દેશોમાં પણ ફેલાયેલી છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેના પ્રથમ કાર્યકાળમાં તો ચાઈનીઝ ડીપસ્ટેટ કંપનીઓ સામે એક્શન લીધા હતાં, પરંતુ હવે બીજા કાર્યકાળમાં કેવું વલણ અપનાવે છે, તે જોવાનું રહ્યું...
અદાણી પર થયેલા વર્તમાન આક્ષેપો તથા ભૂતકાળમાં એકાદ વર્ષ પહેલા આવેલા હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને સાંકળીને પણ ડીપસ્ટેટને લઈને નવા જ અનુમાનો થઈ રહ્યા છે, અને કેટલાક ભારતીય બ્યૂરોક્રેટ્સને પણ શંકાસ્પદ ગણવામાં આવી રહ્યા છે.
એક એવી વાત પણ થઈ રહી છે કે જો બાઈડને જતા જતા વિદેશનીતિ, અર્થનીતિ અને ડિપ્લોમસીના ક્ષેત્રે એવા કદમ ઊઠાવ્યા છે, જેથી ટ્રમ્પને શાસનના પ્રારંભે જ પડકારોનો સામનો કરવો પડી શકે છે.
એક અન્ય થિયરી મુજબ વિશ્વમાં પ્રચલિત ડીપસ્ટેટ એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સરકારને સમાંતર કામ કરતી એવી સિસ્ટમ, જેમાં બ્યુરોક્રેટ્સ, વિવિધ દેશોની ઈન્ટેલિજન્સ કે જાસૂસી એજન્સીઓ તથા કેટલાક દેશોના તો સેનાના અધિકારીઓ સામેલ હોય છે. સરકારો બદલતી રહે, તો પણ એ સિસ્ટમ યથાવત્ કામ કરતી જ રહેતી હોય છે.
એક એવો અભિપ્રાય પણ છે કે અમેરિકામાં ડીપસ્ટેટની થિયરી જ ખોટી છે. હકીકતે તો તપાસ એજન્સીઓ, બ્યુરોક્રેટ્સ, સૈન્ય વગેરે અમેરિકાના બંધારણને વફાદાર જ રહે છે, અને અમેરિકાનો પણ દેશના બંધારણને જ અનુસરે છે. બ્યૂરોક્રેસી, સૈન્ય અને દેશની બંધારણીય સંસ્થાઓ બંધારણને વફાદાર રહીને દેશના હિતોની રખેવાળી માટે ચૂંટાયેલી સરકારોને અનુકૂળ ન આવે તેવા કદમ ઊઠાવે, ત્યારે તેને વખોડવામાં આવે છે, અને તેને ડીપસ્ટેટના નેગેટીવ સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવે છે.
પોલિટિક્સ અને જનાદેશ મેળવ્યા પછી રાજનેતાઓ શાસન સંભાળ્યા પછી 'ગવર્નમેન્ટ' તરીકે કાર્યરત થાય છે, જે નિયત મુદ્ત માટે હોય છે, જ્યારે 'ડીપસ્ટેટ' તરીકે ઓળખાતી સમાંતર સરકારો લાંબા સમય સુધી અસ્તિત્વમાં હોય છે. ભારતમાં ડીપસ્ટેટનો પ્રભાવ કેટલો છે, તે અંગે પણ મત-મતાંતરો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial