Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોટેચા પરિવારના આંગણે લગ્નોત્સવ
જામનગર નિવાસી એડવોકેટ અને પૂર્વ સહાયક માહિતી નિયામક શ્રી વિનોદભાઈ અમૃતલાલ કોટેચા અને અ.સૌ. વર્ષાબેન કોટેચાના સુપુત્ર ચિ. પુનિત (આઈ.ટી. એન્જિનિયર) ના શુભલગ્ન રાજકોટ નિવાસી જયેન્દ્રભાઈ કાંતિલાલ કંટેસરીયા અને અ.સૌ. જાગૃતિબેન કંટેસરીયાની સુપુત્રી ચિ. ગાર્ગી (આઈ.ટી. એન્જિનિયર) સાથે તા. ૭-૧ર-ર૦ર૪, શનિવારે રાજકોટ મુકામે નિરધાર્યા છે.
માધાણી પરિવારના આંગણે શરણાઈના સૂર
જામનગર નિવાસી અ.સૌ. પારૂલબેન તથા શ્રી રણજીતભાઈ માધાણીની સુપુત્રી ચિ. ઈશાના શુભલગ્ન માન્ચેસ્ટર (યુ.કે.) નિવાસી અ.સૌ. સુરભીબેન તથા શ્રી અતુલભાઈ ઝવેરીના સુપુત્ર ચિ. પ્રતિક સાથે તા. ૧ર-૧ર-ર૦ર૪, ગુરૂવારના શુભદિને જામનગરમાં નિર્ધારીત કરેલ છે.