Advertisement
Author: નોબત સમાચાર

હેપીલી મેરિડ...

કહે છે કે લગ્નની જોડી તો સ્વર્ગમાં જ નક્કી થઈ જતી હોય છે, અહીં ધરતી પર તો ફક્ત તેમનું ઔપચારિક મિલન જ કરાવવામાં આવે છે.

અને ધરતી પરનું આ ઔપચારિક મિલન કરાવવા માટે આપણને જરૂર પડે છે ગોર મહારાજ, ફોટોગ્રાફર, કોરિયોગ્રાફર, બ્યુટીશિયન, મંડપ ડેકોરેટર્સ, વગેરે વગેરે વગેરે....

લગ્નની આ બધી લમણાઝીંક જોઈને નટુ તો હંમેશા ભગવાનને પ્રાર્થના કરતો રહે છે કે, હે પ્રભુ, આવતા ભવે મારા માટે લગ્નની આ બધી વિધિ સ્વર્ગમાં જ પતાવી આપશો... સ્વર્ગમાં મારા માટે કન્યા શોધવાની ચિંતા કરતા નહીં, કારણ કે લગ્નની આ બધી લમણાઝીંકમાંથી હું મુક્ત હોઈશ તો કન્યા તો હું દુનિયાના કોઈ પણ ખૂણેથી શોધી લાવીશ....!

હમણાં થોડા દિવસ પહેલા જ શહેરમાં બે મોટી બેંકમાં ચોરી થઇ. થોડા દિવસોમાં જ ચોર પકડાઈ ગયો. સ્વાભાવિક રીતે જ પોલીસે તેની આગવી રીતે પુછપરછ કરી એટલે ચોર બોલ્યો, *સાહેબ, આવતા મહિને મારા લગ્ન છે ને એટલે.....*

*લગ્ન છે તો શું થયું ?*

*પણ સાહેબ, બહુ ખર્ચા છે લગ્નમાં..*

*... એટલે બબ્બે બેંકમાં ચોરી કરવાની ?*

*સાહેબ, આ તો તમે લગ્નના ખર્ચા વિશે જાણતા નથી ને એટલે....*

*એટલે ?*

*એટલે કે આજકાલ લગ્નના ખર્ચા એટલા બધા વધી ગયા છે કોઈ એક બેંક ચૂકવી શકે નહીં...! એટલે મેં બે બેંકને લાભ આપ્યો...!!*

આપણા ગુજરાતીઓ આટલા બધા ખર્ચા કરી દેવું કરીને પણ પહેલા લગ્ન પતાવશે. પછી તેમાંથી જરાક પણ નવરાશ મળશે એટલે મોબાઈલ લઈ અને પોતાના સ્ટેટસમાં લખશે, હેપ્પી મેરેજ...!

જો કે આ હેપ્પી મેરેજ શબ્દ પણ ગેર માર્ગે દોરનારો છે. મેરેજ તો હેપી જ હોય ને... આજ સુધી અમે કદી અમારા મેરેજ ની આગળ હેપ્પી શબ્દ નથી લગાડ્યો તો શું અમારા મેરેજ *અનહેપી મેરેજ* થઈ ગયા ! ૩૦, ૪૦ કે ૫૦ વર્ષથી લગ્ન બંધનમાં જોડાયેલા મારા મિત્રો કદી પોતાના મેરેજ વિશે હેપ્પી મેરેજ શબ્દ નથી વાપરતા છતાં પણ મને ખાતરી છે તેમના મેરેજ આજના મેરેજ કરતા વધારે હેપ્પી મેરેજ હતા. કારણકે તેમણે કદી લાંબા લાંબા ખોટા ખર્ચા કરીને દેખાડા નથી કર્યા, અને મેરેજ કર્યા પછી લોનના હપ્તા ભરવાની ચિંતા વગર શાંતિથી જીવ્યા છે.

અને આ હેપ્પી મેરેજ શબ્દ પણ ભ્રમ પેદા કરનારો છે, ટેમ્પરરી આનંદ આપનારો છે. કારણકે લગ્ન પછી તરત જ પોતાના મેરેજને હેપી મેરેજ કહેનાર પણ જાણત હોય છે કે આ ટૂંકા સમય નું સ્ટેટસ છે. ચાર દિનો કી ચાંદની ફિર અંધેરી રાત.

કારણકે મેરેજ થાય છે પછી થોડાક દિવસોમાં જ ફોનમાં ઇન્કવાયરી ચાલુ થાય છે.

લગ્ન પછી સાસુ જમાઇને ફોન પર પૂછે છે,   *શું ચાલે છે, કાર્તિક કુમાર ?*

અને જમાઇ કાર્તિક કુમાર જવાબ આપે છે કે, *અરે અમારૃં છોડો, તમારે તો હવે નિરાંત છે ને...?

વિદાય વેળાએ : સત્તાવાર આંકડા મુજબ ફિનલેન્ડ માં છુટાછેડા નો રેટ ૫૬% છે, અને આપણાં દેશમાં ૦૧% થી પણ ઓછો.

અને હેપીનેસ ઇન્ડેક્ષ માં ફિનલેન્ડ દુનિયા માં પહેલા નંબરે છે અને આપણે ૧૩૦ માં નંબરે છીએ.

ઝાઝી ચોખવટ નથી કરવી ડાયરો સમજદાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh