Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણા દેશમાં બહુસ્તરિય તંત્રો કાર્યરત છે અને ગ્રામ-તાલુકા-જિલ્લાસ્તર, રાજ્યસ્તર તથા કેન્દ્રિય કક્ષાએ સરકારી, અર્ધસરકારી સંસ્થાકીય, બંધારણીય, નાણાકીય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બોર્ડ-નિગમો-કોર્પોરેશનોની કચેરીઓમાં કામ કરવા, કચેરી ખોલવા-બંધ કરવા, રિસેષ અને નાણાકીય વ્યવહારો માટે દરેક રાજ્યોમાં તથા વિવિધ કક્ષાએ કાર્યરત કચેરીઓ-યુનિટો-સંસ્થાઓનો સમય અલગ-અલગ હોવાથી લોકો ખૂબ જ પરેશાન થતા હોય છે, અને ઘણી વખત એ જ કામ માટે લોકોને જુદી જુદી જગ્યાએ અનેક ધક્કા ખાવા પડે છે અને કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે છે.
અત્યારે દેશમાં વન નેશન-વન રેશન કાર્ડ, વન નેશન-વન ટેક્સ, વન નેશન-વન ઈલેક્શનના અભિગમો અપનાવાઈ રહ્યા છે, ત્યારે આખા દેશમાં શાળા-કોલેજો, સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ-નિગમો, પંચાયત-પાલિકા-મહાપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 'વન નેશન-વન ટાઈમીગ'નો કોન્સેપ્ટ અનુસરવાની જરૂર છે, તેમ નથી લાગતું?
અત્યારે કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત વિભાગોની કચેરીઓ, બેન્કીંગ-નાણાકીય સંસ્થાઓ તથા બોર્ડ-નિગમો-બંધારણીય સંસ્થાઓમાં કામકાજના દિવસો તથા સમય (દરરોજનો કામકાજ કરવાનો રિસેષનો તથા ખોલવા-બંધ કરવાનું ટાઈમ-ટેબલ) સમાન નથી. તેવું જ રાજ્ય કક્ષાએ જોવા મળે છે. કેટલાક રાજ્યોમાં તો વિવિધ જિલ્લાઓમાં પણ ટાઈમીંગ અલગ-અલગ હોવાનું કહેવાય છે. આ કારણે જનતા પરેશાન થાય છે.
સિક્કાની બીજી બાજુ એવી છે કે વિવિધ રાજ્યોમાં સ્થાનિક પરંપરાઓ, ઋતુચક્ર, ભૌગોલિક સ્થિતિ તથા સંરક્ષણ-સલામતિની દૃષ્ટિએ જાહેર રજાના દિવસો અલગ-અલગ નક્કી કરવામાં આવતા હોય છે, અને કેન્દ્ર-રાજ્ય સરકારની કચેરીઓ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાહેર રજાઓનું અલગ-અલગ કેલેન્ડર હોય છે, તે ઉપરાંત શાળા-કોલેજોમાં સ્થાનિક સ્થિતિ તથા વેકેશનોના કારણે જાહેર રજાના દિવસો અલગ-અલગ હોય છે, તેથી આખા દેશમાં એક સમાન જાહેર રજાઓ રાખવાનું દેશની વૈવિધ્યતા, વિશાળતા તથા ઋતુચક્ર સહિતના પરિબળોના કારણે સંભવ નથી, તેથી એક સમાન જાહેર રજાઓ રાખી ન શકાય, તે સ્વાભાવિક છે.
એ પણ હકીકત છે કે હવે પરસ્પર સંકલન કરીને મોટાભાગની મુખ્ય મુખ્ય જાહેર રજાઓ એક સમાન રહે અને બિનજરૂરી રજાઓનું પ્રમાણ ઘટે તે દિશામાં પણ પ્રયાસો થઈ રહ્યા છે, આમ છતાં હજુ કેટલીક જગ્યાએ વિસંગતતાઓ નિવારાય, તો વધુ સરળતા મળી શકે તેમ છે. આ માટે દેશવ્યાપી સંકલન જરૂરી છે.
જો કે, પબ્લિકના રોજીંદા કામકાજ, સરકારી-અર્ધસરકારી અને બોર્ડ-નિગમોની એવી સેવાઓ, કેજે સીધી સામાન્ય જનતા સાથે સંકળાયેલી હોય તેવી સેવાઓના દરરોજના કામકાજના સમયમાં સમાનતા તો લાવી જ શકાય તેમ છે, અને તેનું તાજુ દૃષ્ટાંત મધ્યપ્રદેશનું છે, અને મધ્યપ્રદેશનો આ પ્રયોગ સફળ થયા પછી ગુજરાત સહિત તે આખા દેશમાં લાગુ થવો જોઈએ, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.
મીડિયા અહેવાલો તથા ડિબેટીંગ મુજબ પહેલી જાન્યુઆરી ર૦રપ થી મધ્યપ્રદેશમાં બેંકો ખોલવા, બંધ કરવા, રિસેષ અને કામકાજનો દિવસ એક સરખો રહેવાનો જે નિર્ણય લેવાયો છે, તેને અત્યારથી જ પ્રચંડ જનસમર્થન મળી રહ્યુંછે અને સોશ્યલ મીડિયામાં પણ હકારાત્મક પ્રતિભાવો સાંપડી રહ્યા છે, જેથી તેની વ્યાપક્તા વધી શકે છે.
મધ્યપ્રદેશની સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીએ રાજ્યમાં બેન્કીંગ સેવા સુધારણા હેઠળ બેંકોનો સમય સવારે ૧૦ વાગ્યે તથા ટ્રાન્ઝેક્શન બંધ થવાનો સમય સાંજે ચાર વાગ્યાનો નક્કી કર્યોહોવાના અહેવાલ પછી તે અંગે દેશવ્યાપી ચર્ચાઅ થઈ રહી છે, અને ગુજરાતમાં પણ તમામ સરકારી કચેરીઓ, કેન્દ્રિય કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓ તથા બોર્ડ-નિગમોની કચેરીઓ અને બેંકોનો સમય પરસ્પર સંકલન કરીને વિષયવાર ટાઈમટેબલ નક્કી કરે જેથી શક્ય તેટલો એકસરખો (સમાન) રહે અને શક્ય હોય તેટલી જાહેર રજાઓ પણ સમાન ધોરણે રહે, તો લોકોને થતી પરેશાનીઓ ઓછી થશે અને સરકારી, અર્ધસરકારી તંત્રો તથા બેંકો માટે પણ વહીવટી સરળતા વધશે.
આપણા દેશમાં અલ્પશિક્ષિત અને અશિક્ષિત લોકોની બહોળી સંખ્યા હોવાથી વિવિધ કચેરીઓના જુદા જુદા ટાઈમટેબલ અને જાહેર રજાઓની વિસંગતતાઓના કારણે તેઓ ખૂબ જ પરેશાન થતા હોય છે અને નાના નાના સરકારી કામો માટે પણ અટવાતા હોય છે, તેથી 'વન નેશન, વન ટાઈમીંગ'નો કોનસ્ટેટ સરકારી તંત્રો અપનાવે, તે માટે ગુજરાત સરકાર પહેલ કરે, તો તે આખા દેશ માટે 'મોડલ એક્સન' બની રહેશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial