Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોજીંદી ટ્રાફિક સમસ્યાનું નિવારણ અનિવાર્યઃ
જામનગર તા. ર૧: જામનગર શહેરમાં હરિયા કોલેજ તરફથી સાત રસ્તા બાજુ આવતો લન્દિરા ગાંધી માર્ગ, શંકર ટેકરી ઉદ્યોગનગર તથા જી.આઈ.ડી.સી. ફેસ-ર અને ફેસ-૩ ને જોડતો મહત્ત્વનો માર્ગ છે અને તે રોડ ઉપર વાહનોની ખૂબ જ અવરજવર રહે છે. જામનગર શહેરમાં ઈન્દિરા રોડ ઉપર રોઝી પેટ્રોલ પંપ પાસેના સર્કલ ઉપર તથા જનતા ફાટકવાળા સર્કલ ઉપર લગભગ દરરોજ સવાર-બપોર અને સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને આ બન્ને સર્કલ ઉપરથી ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઓને મૂકવા માંગણી છે. તેમજ ઈન્દિરા માર્ગ ઉપર રોઝી પેટ્રોલ પંપ પાસેના સર્કલ ઉપર તથા જનતા ફાટકવાળા સર્કલ ઉપર ઘણાં સમય પહેલા ગ્રાફિકના સિગ્નલો લગાડવામાં આવ્યા છે, પરંતુ આજ દિવસ સુધી તે ટ્રાફિક સિગ્નલોને ચાલુ હાલતમાં ક્યારેય જોયેલા નથી. સરકારે ખર્ચ કરીને જ્યારે આ ટ્રાફિક સિગ્નલો લગાડવામાં આવેલા છે તે ટ્રાફિક સિગ્નલોને તાત્કાલિક ચાલુ કરાવવા ખુશાલ મોતીયાએ રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial