Advertisement
Author: નોબત સમાચાર

જલારામ લોહાણા વિદ્યાર્થી ભવન અને કન્યા છાત્રાલયનું ૨૨મીએ ઉજવાશે પર્લ અને સિલ્વર જયુબીલી વર્ષ

આણંદ- વલ્લભ વિદ્યાનગરમાં ચાલતા

ભાટીયા તા. ૨૧: (નિલેષ કાનાણી દ્વારા) વલ્લભ વિદ્યાનગર તા. ૨૧: આણંદ- વલ્લભ વિદ્યાનગરમાં ચાલતા જલારામ લોહાણા વિદ્યાર્થીભવન અને લોહાણા કન્યા છાત્રાલયના પર્લ અને સીલ્વર જયૂબીલી વર્ષની ઉજવણીમાં તા. ૨૨ના લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠ્ઠલાણી સહિત સમાજ શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

આણંદ-વલ્લભ વિદ્યાનગરમાં આવેલ શ્રી જલારામ લોહાણા વિદ્યાર્થી ભવનને ૩૦ વર્ષ પૂર્ણ થતા પર્લ જયૂબીલી વર્ષ અને શ્રી જલારામ લોહાણા કન્યા છાત્રાલયને ૨૫ વર્ષ પૂર્ણ થતા સીલ્વર જયૂબીલી વર્ષની ઉજવણી સમારોહ તા. ૨૨-૧૨-૨૦૨૪ને રવિવારના સવારે ૯ કલાકે જી.એચ. પટેલ એન્જિનિયરીંગ કોલેજ ઓડિટોરિયમ-બાડરોલી રોડમાં શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠ્ઠલાણીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન ગૌરવભાઈ જસાણી, જિલ્લા પોલીસવડા આણંદ- નિતીનભાઈ રાયચૂરા (ટ્રસ્ટી લોહાણા-  મહાપરિષદ) સ્મરણિકા વિમોચન પ્રવિણભાઈ કોટક (પૂર્વ- પ્રમુખ લોહાણા મહાપરિષદ)ના વરદ હસ્તે કરાશે.

આ કાર્યક્રમ સવારથી સાંજના સુધી અલગ-અલગ ૩ સેશનમાં યોજાશે જેમાં પ્રાર્થના, દીપ પ્રાગટય, સ્વાગત-સન્માન પ્રેઝન્ટેશન, સ્મર્ણીકા ગ્રંથ વિમોચન, ટ્રસ્ટીઓનું બહુમાન પ્રાસંગિક પ્રવચનો વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમ, પૂર્વ વિદ્યાર્થીઓનું બહુમાન, બન્ને સંસ્થાના તેજસ્વી અને વિશિષ્ટ સિદ્ધિ બદલ સન્માન-પ્રોત્સાહન કરાશે.

આ સમારોહમાં અતિથિ વિશેષ મહેમાનો ઉમંગભાઈ ઠકકર (ટ્રસ્ટી લોહાણા મહાપરિષદ), ધર્મેશભાઈ હરીયાણી (ઉપપ્રમુખ- લોહાણા મહાપરિષદ), હરીશભાઈ ઠકકર (મહામંત્રી લોહાણા મહાપરિષદ), યોગેશભાઈ ઉનડકટ (અધ્યક્ષ છાત્રાલય સમીતી (એલએમપી), હસમુખભાઈ જોબનપુત્રા (ઉપાધ્યક્ષ, છાત્રાલય સમિતી- એલએમપી) તેમજ સૌરાષ્ટ્ર-ભરમાંથી લોહાણા સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો, વિદ્યાર્થીઓના વાલીઓ, તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમના ઉજવણી સમારોહ અંગેની તડામાર તૈયારીઓ લોહાણા વિદ્યાર્થી ભવનના પ્રમુખ રાજેન્દ્રભાઈ મજીઠીયા, ઉપપ્રમુખ અરૂણભાઈ ઠકકર, પ્રોફેસર ચંદ્રકાંતભાઈ તન્ના, સીએ પ્રદિપભાઈ ઠકકર (માનદ મંત્રી), તેમજ લોહાણા કન્યા છાત્રાલયના પ્રમુખ અનિલભાઈ ઠકકર, ઉપપ્રમુખો કૌશિકભાઈ મજીઠીયા, પ્રવિણભાઈ ઠકકર, પરેશભાઈ કારીયા, માનદ મંત્રી રીટાબેન ઠકકર, તેમજ બન્ને સંસ્થાઓના ટ્રસ્ટીગણ, સંચાલક સમિતિ સભ્યો, ગૃહપતિ, ગૃહમાતા અને વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દ્વારા ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh