Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મામલતદાર કોર્ટનો હુકમ યથાવત રખાયોઃ
જામનગર તા. ૨૧: જામનગરના આમરા ગામમાં આવેલી સંયુક્ત માલિકીની એક જમીનના રસ્તા બાબતે મામલતદાર કોર્ટમાં દાવો કરી કાયમી મનાઈહુકમ મંગાયો હતો અને મંજૂર થયો હતો. તે હુકમ સામે કરાયેલી રીવીઝન પ્રાંત અધિકારીએ નકારી છે.
જામનગર તાલુકાના આમરા ગામમાં હેમતસિંહ રણુભા જાડેજા વગેરેની સંયુક્ત ખેતીની જમીન આવેલી છે. તે જમીનમાં આવવા-જવાનો ગાડામાર્ગ પ્રતિવાદીએ ખેડી નાખી જમીનમાં અવરોધ ઉભો કરતા તેઓએ આ રસ્તો ખૂલો કરી આપવા જણાવ્યું હતું. તેમ છતાં રસ્તો ન ખોલાતા અને ત્યાં થી નીકળવાની મનાઈ કરાતા હેમતસિંહે મામલતદાર કોર્ટમાં દાવો કરી કાયમી મનાઈહુકમ માંગ્યો હતો. તે દાવો ચાલી જતાં કોર્ટે તમામ દાદ મંજૂર કરતો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે સામા પક્ષે જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારીની કોર્ટમાં રીવીઝન અરજી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ પણ બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી રીવીઝન નામંજૂર કરી નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે વાદી હેમતસિંહ તરફથી વકીલ ભાર્ગવ મહેતા, મહેન્દ્રસિંહ ગોહિલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial