Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માછીમાર સામે પરમીટ ભંગ હેઠળ કાર્યવાહીઃ
જામનગર તા. ૨૧: જામનગરના બેડીના જૂના બંદર પર ગઈકાલે આવેલી એક માછીમારી બોટની તલાશી લેવાતા તેમાં એક વધુ ક્રુ-મેમ્બર ને દરિયામાં લઈ જવાયો હોવાનંુ જણાઈ આવતા તે માછીમાર સામે મત્સ્યદ્યોગ અધિનિયમ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરાઈ છે.
જામનગર સહિત રાજ્યના દરિયાઈ વિસ્તારમાં મત્સ્યદ્યોગ અધિનિયમનો ભંગ કરી કેટલાક માછીમારો ટોકન વગર કે ટોકન સમય મર્યાદાનો ભંગ કરતા તેમજ રજીસ્ટ્રેશન વગર કે લાઈન ફીશીંગ, ઘેરા ફીશીંગ, લાટટ ફીશીંગ કરી રહ્યા હોવાની બાતમી પરથી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા સૂચના અપાઈ હતી.
તે અંતર્ગત ગઈકાલે જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીએસઆઈ વી.એસ. પોપટના વડપણ હેઠળ પેટ્રોલિંગ કરાઈ રહ્યું હતું. જેમાં બેડીના જૂના બંદર પર જેટીએ આવેલી આઈએનડી જીજે-૧૦-એમએમ ૪૬૫ નંબરની અને કરમ મહેબુબશા નામની બોટની તલાશી લેવાઈ હતી.
આ બોટનો માછીમાર આમીન અસગર કેર બોટના રજીસ્ટ્રેશન કોલમાં દર્શાવ્યા મુજબ કરતા એક વધુ માછીમાર સાથે દરિયામાં ગયો હોવાનું જણાઈ આવતા આ શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial