Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાવડી પાસે અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું મૃત્યુઃ બાકોડીના પુલ પરથી મોટર ખાબકીઃ
જામનગર તા. ૨૧: જામનગર-ખંભાળિયા રોડ પર મોટી ખાવડી પાસે ગયા મહિને એક બાઈક સ્લીપ થતાં મૂળ મેમાણા ગામના પ્રૌઢ ઘવાયા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ખંભાળિયા, ભાટીયા ધોરીમાર્ગ પર લીમડી ગામ પાસે ગઈકાલે બપોરે રોંગ સાઈડમાં ચઢી આવેલા ટ્રકે સામેથી આવતા બાઈકને હડફેટે લેતાં કલ્યાણપુરના રણજીતનગર ગામના દંપતીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે. મૃતકોના પુત્રની ફરિયાદ પરથી પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધ્યો છે. કલ્યાણપુરના બાકોડી પાસે પુલ પરથી એક મોટર ખાબકી હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામથી આગળ જે.જે. હોટલ નજીકથી ગઈ તા.૯ નવેમ્બરની રાત્રે દસેક વાગ્યે મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં રહેતા મૂળ લાલપુરના મેમાણા ગામના વતની કરણસિંહ સુરાજી જાડેજા (ઉ.વ.પ૦) નામના પ્રૌઢ જીજે-૧૦-સીકે ૬૯૩૦ નંબરના બાઈકમાં બેડ જવા નીકળ્યા હતા.
તેઓ જ્યારે હોટલ પાસે પહોંચ્યા ત્યારે કોઈ રીતે મોટર સાયકલ સ્લીપ થઈ જતાં ફેંકાઈ ગયેલા કરણસિંહને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ જુવાનસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે. મેઘપરના જમાદાર એલ.જી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીત પુર ગામના રહેવાસી જેઠાભાઈ ધાનાભાઈ સુવા (ઉ.વ.પ૪) તથા તેમના પત્ની હીમીબેન (ઉ.વ.૫૨) ગુરૂવારે સાંજે ચારેક વાગ્યે જીજે-૩૭-ઈ ૧૭૦૫ નંબરના બાઈકમાં જતા હતા. આ દંપતી એક પ્રસંગમાં હાજરી આપી પોતાના ઘેર પરત જવા માટે નીકળ્યા પછી જ્યારે લીમડી ગામ નજીક મઢુલી હોટલ પાસે પહોંચ્યા ત્યારે જીજે-૧૨-એયુ ૫૮૬૭ નંબરનો ટ્રક રોંગ સાઈડમાં ધસી આવ્યો હતો.
તે ટ્રકના ચાલકે સામેથી આવતા બાઈકને હડફેટે લેતાં જેઠાભાઈ તથા હેમીબેન રોડ પર પછડાયા હતા. આ અકસ્માતમાં બંને વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવારમાં લઈ જવાયેલા જેઠાભાઈ તથા હીમીબેનના મૃત્યુ નિપજ્યા છે. મૃતકના પુત્ર મહેશભાઈ સુવાએ કલ્યાણપુર પોલીસ મથકમાં ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા-દ્વારકા ધોરી માર્ગ પર આવેલા કલ્યાણુપરના બાકોડી ગામના પાટીયા પાસે પુલ પરથી ગઈકાલે પસાર થતી એક મોટર કોઈ રીતે ખાબકી ગઈ હતી. સદ્નસીબે આ અકસ્માતમાં જાનહાની નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial