Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરમાં ઈંગ્લીશ દારૂ સાથે જતો શખ્સ ઝબ્બેઃ
જામનગર તા. ૨૧: જામનગરના મોખાણા ગામ પાસેથી એક શખ્સ દારૂની બે બોટલ સાથે ઝડપાયો છે. એક મોટરમાંથી પોલીસે દારૂની બોટલ કબજે કરી છે. દેશી દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતો અખાદ્ય દેશી ગોળનો ૩૩૦ કિલો જથ્થો વેચાણ માટે રાખનાર વેપારી સામે પણ પોલીસે કાયદા મુજબ કાર્યવાહી કરી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા મોખાણા ગામ પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં શંકરટેકરીવાળા રફીક ઈસ્માઈલ ખફી નામના શખ્સને પોલીસે રોકાવી ચેક કરતા તેના કબજામાંથી દારૂની બે બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી રફીક ખફીની ધરપકડ કરી છે.
જામનગરના સમર્પણ સર્કલ પાસેથી ગઈરાત્રે એકાદ વાગ્યે પસાર થયેલી જીજે-રર-પી ૨ નંબરની ક્રેટા મોટરને પોલીસે રોકાવી તલાશી લેતાં તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. તે જથ્થા સાથે દિગ્જામ સર્કલ નજીક રહેતો બ્રિજરાજસિંહ રાજેન્દ્રસિંહ સોઢા નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે રૂ.૫ લાખની મોટર અને બોટલ કબજે કર્યા છે.
જામનગર-સમાણા રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં ગેઈટ પાસેથી ગઈકાલે નગરના રામેશ્વરનગર પાછળ જલારામ પાર્કમાં રહેતા મહેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ઝાલા નામના શખ્સને દારૂની બોટલ સાથે પોલીસે પકડી લીધો છે.
ગુલાબનગર પાસે આવેલી સિન્ડીકેટ સોસાયટી નજીકથી હિરજી મિસ્ત્રી રોડ પર રહેતો કોમલભાઈ સુરેશભાઈ વિઠ્ઠલાણી નામનો શખ્સ દારૂના ચપલા સાથે ઝડપાયો છે.
જામનગરની ગ્રેઈન માર્કેટ નજીક ત્રણ દરવાજા પાસેથી ગઈકાલે રાત્રે રાજપાર્કમાં રહેતો દિવ્યેશ પ્રવીણપુરી ગોસાઈ નામનો શખ્સ દારૂની અડધી બોટલ સાથે મળી આવ્યો છે.
જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા ખુલ્લા ફાટક નજીક દુકાન ધરાવતા જેસાભાઈ નકુમભાઈ માડમ નામના વેપારીએ દેશી દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતો અખાદ્ય અને સડેલો એવો ૩૩૦ કિલો ગોળ વેચાણ માટે પોતાની દુકાન પાસે રાખ્યો હતો તેને કબજે કરી પોલીસે દારૂ બંધી ભંગનો ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial