Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રમુખ, મંત્રી, ખજાનચીપદ સિવાયના પદો માટે ચૂંટી કઢાયા સૂત્રધારોઃ ૮૪૩ એડવોકેટ્સે કર્યું હતું મતદાનઃ
જામનગરના બાર એસોસિએશનની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૧૧૧૪ મતદારોમાંથી ૮૪૩ મતદારોએ પોતાનો અધિકાર વાપરી નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરી છે. પ્રમુખપદે એડવોકેટ બી.એસ. સુવા બિનહરિફ થયા પછી ઉપપ્રમુખપદે માટે સર્વાધિક ૪૭૧ મત મેળવી ભરતસિંહ એચ. જાડેજા ચૂંટાઈ આવ્યા હતા. મંત્રીપદે મનોજભાઈ ઝવેરી બિનહરિફ રહ્યા હતા. જ્યારે સહમંત્રીપદે એડવોકેટ પરેશ આર. ગણાત્રા ૪૨૪ મત સાથે ચૂંટાઈ આવ્યા હતા. લાયબ્રેરી સેક્રેટરીપદ માટે ૪૯૦ મત મેળવી જયદેવસિંહ આર. જાડેજા વિજેતા થયા હતા. ખજાનચીપદે ઋચિર રાવલ બિનહરિફ રહ્યા હતા. મહિલા અનામતપદમાં રાધાબેન બી. રાવલીયા ૪૨૪ મત મેળવી વિજેતા જાહેર થયા હતા. તે ઉપરાંત સિનિયર કારોબારી સદસ્યપદે બ્રિજેશ ત્રિવેદી, દીપક ભલાળા, મૃગેન ઠાકર અને રઘુવીરસિંહ કંચવા જ્યારે જૂનિયર કારોબારી સભ્યપદે ભાવેશ સોનગરા, હર્ષ પારેખ, કે.એસ. વાઘેલા વિજેતા થયા હતા. ચૂંટણીમાં કમિશનર તરીકે કે.ડી. ચૌહાણ તથા સહ ચૂંટણી કમિશનર તરીકે મીહિર નંદા, બી.ડી. ગોસાઈએ સેવા આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial