Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોમાં ફફડાટઃ પોલીસ દોડીઃ
અમદાવાદ તા. ર૧: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થતા બે વ્યક્તિને ઈજા થઈ છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાબરમતી એરિયામાં આવેલા શિવમ્ રો હાઉસમાં એક પાર્સલમાં બ્લાસ્ટની ઘટના બનતા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર વ્યક્તિ ઘાયલ થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાર્સલની ડિલિવરી કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતા મોટો બ્લાસ્ટ થયો હતો, જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતાં. બેટરી બ્લાસ્ટના સમાચાર આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતા આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને દોડધામ મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરની પોલીસ દોડતી થઈ ગઈ છે અનેેેેેેેેેેેેેેેેેેાસ આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો, આ બ્લાસ્ટ ક્યા સંજોગોમાં થયો છે, આ કોઈ અંગત અદાવતમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે કે પછી અકસ્માતે બ્લાસ્ટ સર્જાયો છે, તેની તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial