Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક મૃતકોની ઓળખ માટે ડીએનએઃ ર૮ દર્દીઓની હાલત નાજુક
જયપુર તા. ર૧: ગઈકાલના જયપુર હાઈ-વેન અગ્નિકાંડમાં મૃત્યુઆંક ૧૪ થયો છે. શબની ઓળખ પણ મુશ્કેલ બની છે. ઘાયલોનો આંકડો ૮૦ ને પાર પહોંચ્યો છે.
જયપુરમાં ભીષણ આગની ઘટનામાં મૃત્યુઆંક વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ૧૪ લોકોના મોત થયા છે. ૩૦ થી વધુ લોકો ઘાયલ છે, જેમાંથી ર૮ લોકો ૮૦ ટકાથી વધુ દાઝી ગયા છે, જેમાંથી ઘણાંની હાલત નાજુક છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ભયાનક અકસ્માતમાં ૬ મૃતદેહ એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ પણ થઈ શકતી નથી. સરકારે આવા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. મૃતકના ડીએનએ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, ડિસેમ્બરના જયપુર-અજમેર હઈ-વે પર સવારે લગભગ ૬ વાગ્યે એલપીજી ટેન્કર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થયા પછી જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી આગની જવાળાઓ દૂર સુધી પહોંચી અને ત્યાંથી પસાર થતા ૪૦ જેટલા વાહનોને લપેટમાં લીધા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જે બસ બળીને રાખ થઈ ગઈ હતી તેની પરમિટ ૧૬ મહિના પહેલા જ સમાપ્ત થઈ હતી.
મળતી વિગતો મુજબ રાજસ્થાનના મુખ્ય સચિવ સુધાંશ પંતના નિર્દેશ પર અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીએ મુખ્ય સચિવ પાસેથી અકસ્માત અંગે રિપોર્ટ માંગ્યો છે. જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન ટીમ અકસ્માતના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરશે. આ કમિટી અકસ્માત માટે જવાબદાર વિભાગના અન્ય પાસાઓની પણ તપાસ કરશે. રોડ સેફ્ટી પર સુપ્રિમ કોર્ટની કમિટીએ ર૦ જાન્યુઆરી સુધીમાં આ મામલે તપાસ રિપોર્ટ માંગ્યો છે.
જો કે, કમિટી આગામી સપ્તાહે જ રિપોર્ટ રજૂ કરવાની તેયારી કરી રહી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકો અને ઘાયલોને વળતરની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાન સરકાર મૃતકોને પ લાખ રૂપિયા અને ઘાયલોને ૧ લાખ રૂપિયાની સહાય આપશે. સાથે જ કેન્દ્ર સરકારે પણ મૃતકોને બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
જયપુરના અજમેર નેશનલ હાઈ-વે પર બનેલા આ અકસ્માતે દેશમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીનો પર્દાફાશ કર્યો છે. આ અકસ્માતમાં ઉદયપુરથી આવી રહેલી સ્લીપર બસમાં ૩૪ મુસાફરો હતાં, જેમાંથી ર૦ મુસાફરો દાઝી ગયા હતાં, તેમજ ડ્રાઈવર-કંડક્ટર સહિત ૧૪ મુસાફરો લાપત્તા છે.
ચોંકાવનારી વાત એ છે કે, બસની પરમિટ ૧૬ મહિના પહેલા એટલે કે રપ ઓગસ્ટ ર૦ર૩ ના સમાપ્ત થઈ ગઈ હતી. એટલું જ નહીં, બસની એઆઈટીપી (ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ) પણ ૮ જુલાઈ ર૦ર૪ ના સમાપ્ત થઈ ગઈ હતી. પરમિટની મુદ્ત પૂરી થવાનો સીધો અર્થ એ છે કે પરિવહન વિભાગ બસને રસ્તા પર ચાલવાની મંજુરી આપતું નથી. આવી સ્થિતિમાં તને પકડીને જપ્ત કરવાની જવાબદારી આરટીઓની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial