Advertisement
Author: નોબત સમાચાર

ધો. ૧૦ અને ૧૨ના પરીક્ષાર્થીઓ માટે તા. ૯ ફેબ્રુઆરીના શુભકામના યજ્ઞ

શ્રી ગાયત્રી શકિતપીઠ- જામનગર દ્વારા

જામનગર તા. ૨૦: ધો. ૧૦, ૧૨ના વિદ્યાર્થીઓ માટે જામનગરના શ્રી ગાયત્રી શકિતપીઠ દ્વારા આગામી તા. ૯-૨-૨૫ના શુભકામના યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે.

ધો. ૧૦, ૧૨ની બોર્ડની પરીક્ષામાં માટે વિદ્યાર્થીએ કરેલ મહેનત સાર્થક બને તેવા શુભ ભાવથી તા. ૯-૨-૨૫ના અને રવિવારે જામનગરના શ્રી ગાયત્રી શકિતપીઠમાં ૧૫માં કુંડી મહાયજ્ઞનુ સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે.

નિઃશુલ્ક આ યજ્ઞમાં જોડાનાર વિદ્યાર્થીનું કુમકુમ, અક્ષતથી સ્વાગત કરવામાં આવશે. અને શુભેચ્છા રૂપે પેન-પુસ્તક અર્પણ કરી મોઢું મીઠું કરાવવામાં આવશે.

વિદ્યાર્થીના હસ્તે યજ્ઞમાં ગાયત્રી, સરસ્વતી, ગણેશજી, ગુરૂજી, સુર્યનારાયણ તેમજ મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપવામાં આવશે.

પ્રથમ પાળી સવારે ૮ થી ૯, બીજી પાળી ૯ થી ૧૦, ત્રીજી પાળી ૧૦ થી ૧૧ અને ચોથી પાળી ૧૧ થી ૧૨માં યજ્ઞ ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાના અનુક્રમ સમય માટે નામ નોંધાવી શકશે. દરેક પાળીના અંતે કેળવણીકાર દ્વારા પાંચ મિનિટ પ્રેરણાત્મક સ્પિચ આપવામાં આવશે.

શુભકામના યજ્ઞમાં જોડાવવા ઈચ્છતા વિદ્યાર્થીએ તા. ૭-૨-૨૫ સુધીમાં ગાયત્રી શકિત પીઠમાં (૦૨૮૮) ૨૭૧૦૦૪૧/ ૨૭૧૨૯૮૮ અથવા મોબાઈલ નંબર ૯૯૦૯૩ ૯૬૬૦૬/૯૬૩૯૨ ૨૭૦૭૯ માં પોતાના નામની નોંધ કરાવવાની રહેશે.

ગાયત્રી શકિત પીઠના સંપર્ક દ્વારા શાળામાં/ છાત્રાલયમાં પણ યજ્ઞનો કાર્યક્રમ ગોઠવી શકાશે. તેમ જામનગરમાં શ્રી ગાયત્રી શકિત પીઠએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh