Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-પોરબંદર જિલ્લાને જોડતા વાંસજાળિયાના મેજર બ્રીજનું પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત

આ મેજરબ્રીજ ૬ ગાળાનો ૧૧૧.૬૦ મીટર લાંબો અને ૧ર મીટર પહોળો બનશેઃ

જામનગર તા. ૨૦: વાંસજાળિયા ગામે રૂ. ૬.પ૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર મેજરબ્રીજનું કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે મેજરબ્રીજના નિર્માણ થકી અંદાજે ૪પ હજાર જેટલા લોકોને અવરજવર કરવામાં સરળતા રહેશે.

રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે જામનગર જિલ્લાના વાંસજાળિયા ગામે નિર્માણ પામનાર મેજરબ્રીજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા ૬ કરોડ પ૬ લાખના ખર્ચે નિર્માણ પામનાર ૬ ગાળાનો મેજરબ્રીજ ૧૧૧.૬૦ મીટર લાંબો અને ૧ર મીટર પહોળો બનશે. વાંસજાળિયા, તરસાઈ, સતાપર તથા આજુબાજુના રહેવાસીઓને બ્રીજનું નિર્માણ થવાથી ફાયદો થશે.

મૂળુભાઈએ જણાવ્યું હતું કે, જે રસ્તા પર બ્રીજનું નિર્માણ થશે તે રસ્તો જામનગર જિલ્લાને પોરબંદર જિલ્લા સાથે જોડતો અગત્યનો મુખ્ય જિલ્લા માર્ગ છે. આ રોડ પરના વાંસજાળિયા ગામે આવેલ કોઝવે પરથી ચોમાસા દરમિયાન પાણી ઓવરટોપિંગ થતું હોવાથી આ રસ્તો બંધ રહેવાના કારણે લોકોને હનુમાનગઢથી જામજોધપુર જવા માટે આશરે ૧પ કિ.મી. જેટલું વધુ અંતર કાપવું પડતું હતું, પરંતુ મેજર બ્રીજનું કામ મંજુર થતા ૪પ,૦૦૦ જેટલા લોકોને અવરજવર કરવામાં સરળતા રહેશે. અહીં નજીકમાં સતાપર ગામે ધાર્મિક સ્થળ આવેલું હોવાથી પણ અનેક લોકો તેની મુલાકાત લેતા હોવાથી હવેથી વાહનચાલકોને પણ સરળતા રહેશે.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, અગ્રણીઓ ગોવિંદભાઈ બડિયાવદરા, જેઠાભાઈ, ભૂપતભાઈ, સરપંચો, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh