Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા
જામનગર તા. ૨૦: પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીઓ દ્વારા થતુ મૂલ્યાંકન રદ કરવા બાબતે રાજયના શિક્ષણ મંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા અને મહામંત્રી મનોજ પટેલએ આ રજૂઆતમાં જણાવેલ છે કે, ગત તા. ૧૨-૭-૨૪ના જી.સી.આઈ.ટી. ગાંધીનગરમાં એકમ કસોટી આયોજન અને સમીક્ષા અંગેની મિટિંગ યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ધો. ૩ થી ૮ ના બાળકો માટે સમયાંતરે યોજાતી એકમ કસોટીઓ અને તેની ઓનલાઈન ડેટા એન્ટ્રીની કામગીરીથી શિક્ષકોનું કામનુ ભારણ વધ્યુ છે. તેમજ આ કામગીરી સંદર્ભે રાજ્યની વિવિધ પ્રાથમિક શાળાઓના શિક્ષકોના અભિપ્રાયો-એકમ કસોટી દ્વારા કરવામાં આવતુ મૂલ્યાંકન રદ કરવા અને નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અન્વયે સર્વગ્રાહી મૂલ્યાંકનના વિવિધ મુદઓને આવરી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવા રજુઆત કરવામાં આવી હતી. સાથે વિવિધ સમિક્ષા મિટિંગમાં પણ એકમ કસોટી દ્વારા થતુ મૂલ્યાંકન રદ કરવામાં આવે તેમજ શાળાઓના ગુણોત્સવમાં ગ્રેડમાં એકમ કસોટી દ્વારા નક્કી થતાં માર્કિંગ દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
આથી એકમ કસોટી દ્વારા થતુ મૂલ્યાંકન રદ કરીને બાળકોના સર્વાંગી વિકાસના પાસાઓ ધ્યાને લઈ માન્ય શિક્ષક સંઘો તથા શિક્ષણવિદો સાથે સમિક્ષા મિટિંગ યોજવામાં આવે અને વહેલી તકે એકમ કસોટી દ્વારા થતુ મૂલ્યાંકન રદ કરવામાં આવે અને ચાલુ વર્ષની એકમ કસોટીનો ઓનલાઈન ડેટ, તાત્કાલીક ધોરણે બંધ કરવામાં આવે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial