Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈમાં શુટીંગ દરમિયાન શાળાના આચાર્ય સાથે પહોંચ્યા
જામનગર તા. ૨૦: બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવથી દૂર રહી શકે અને તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરે છે.
વર્ષ ૨૦૨૫માં આ કાર્યક્રમની આઠમી કડીનું આયોજન કરવામાં આવશે. આ પહેલા વિવિધ ટોપિક પર ગ્રુપ ડિસ્કશન કરવા માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યમાંથી ૩ વિદ્યાર્થીઓ પૈકી જામનગર જિલ્લાની વિદ્યાર્થિનીની પણ પસંદગી કરાઈ હતી, અને તેઓના એસ્કોર્ટ ટીચર તરીકે પણ જામનગરના જ શિક્ષકની પસંદગી કરવામાં આવી હતી.
જામનગરની શ્રી જી.એસ. મહેતા મ્યુનિ. કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જાડેજા અપેક્ષાબા અને તે જ શાળાના આચાર્ય હીનાબેન કે. તન્ના યશરાજ સ્ટુડિયો મુંબઈમાં પહોચ્યા હતા અને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિવિધ નિષ્ણાતો સાથે આયોજિત પ્રિ-શૂટમાં વિદ્યાર્થિનીએ ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લઇ શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું. તે બદલ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા અને શિક્ષકો દ્વારા તેણીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial