Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦: જામનગર નજીક દરેડમાં આવેલ તક્ષશિલા સંકૂલમાં બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીનું વિરાટ, ભવ્ય અને દિવ્ય મંદિરના નિર્માણકાર્યનો દ્વારકા પીઠાધિશ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના શુભ આશિષ અને માર્ગદર્શન હેઠળ પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ મંદિરની ભવ્યતા અને દિવ્યતા માટે પરશુરામ પ્રભુની જન્મભૂમિ જાનાપાઉં (મધ્ય પ્રદેશ)થી તેમની જન્મભૂમિની માટી (રજકુંભ) એકત્રિત કરવા યુવા કથાકાર શાસ્ત્રી વિરલભાઈ નાકર, જયેશભાઈ ગોપીયાણી સહિતની ટીમ ગયેલ અને ત્યાંથી રજકુંભ લાવવામાં આવેલ, જે કુંભનું સ્વાગત કુમારીકાઓ દ્વારા પંચેશ્વર ટાવર પાસે કરવામાં આવ્યું હતું આ કુંભનું સ્થાપન અને પરશુરામ દાદાની આરતી મકર સંક્રાંતિના પવિત્ર દિવસે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તક્ષશિલા પરશુરામ ધામના આગેવાનો સહિત ભૂદેવોએ કળશ પૂજન તેમ જ આરતીનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial