Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં રોકાણ સામે તગડા વળતરની લાલચ બતાવી પ્રોફેસર પાસે ૫૦ લાખ પડાવાયા

એક મહિલા સહિત ત્રણ સામે નોંધાવાઈ ફરિયાદઃ એકની ઈન્દોરથી કરાઈ અટકાયતઃ

જામનગર તા.૨૦ : જામનગરના બાજરા સંશોધન કેન્દ્રમાં અગાઉ પ્રોફેસરની ફરજ બજાવી રિટાયર્ડ થયેલા એક વૃદ્ધ પાસેથી રોકાણ સામે ઉંચા વળતરની લાલચ બતાવી રૂ.૩૩ લાખ ઉપરાંતની રકમ મેળવી લીધા પછી એક મહિલા સહિત ત્રણ વ્યક્તિએ તેમની પત્નીના ડિમેટ એકાઉન્ટમાંથી રૂ.૧૭ લાખ ઉપરાંતના શેર પણ ઉપાડી લઈ રૂ.૫૦,૧૩,૩૨૮ની છેતરપિંડી કરતા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. હરકતમાં આવેલી સાયબર ક્રાઈમ પોલીસે મધ્યપ્રદેશના ઈન્દૌરમાંથી એક શખ્સને દબોચી લીધો છે.

જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં આવેલા કિંગ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને અગાઉ બાજરા સંશોધન કેન્દ્રમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા શામજીભાઈ ડાયાભાઈ અટારા નામના ૭૨ વર્ષના વૃદ્ધને અગાઉ કન્ફ્યુઝન રીસર્ચ નામની કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી શ્વેતા મેડમ, અંકિતભાઈ, બંટી શર્મા નામના વ્યક્તિઓએ પોતાની ઓળખ આ કંપનીના મેનેજર તથા એક્સપર્ટ શેર દલાલ તરીકે આપી શેર માર્કેટમાં રોકાણ કરવા માટે સમજાવ્યા હતા.

આ વ્યક્તિઓની વાતોમાં આવી ગયેલા શામજીભાઈએ શેર માર્કેટની ટિપ્સ આપવાના બહાને ત્રણે વ્યક્તિએ રોકાણ કરવા માટે સંમત કર્યા હતા. આ વ્યક્તિઓએ નાણાનું રોકાણ કરાવી વધુ નફો કમાઈ આપવાની લાલચ બતાવી ગઈ તા.૭ જુલાઈથી અઢી મહિના ના સમયમાં આ વૃદ્ધ પાસેથી રૂપિયા ૫૦ લાખ ઉપરાંતની રકમ રોકાણના નામે ઠગાઈ કરી મેળવી લીધી હતી.

આ વ્યક્તિઓએ એચડી એફસીના પોતાના ખાતામાં રૂપિયા ૯૭,૦૦૦ તથા એક્સિસ બેંકના ખાતામાં રૂપિયા ૨૨ લાખ ૯૫ હજાર ૧૦૦ની રકમ ટ્રાન્સફર કરાવવા ઉપરાંત રૂ.સવા આઠ લાખ રોકડા લઇ લીધા હતા. તે ઉપરાંત શામજીભાઈના પત્નીના શેરબજારના ડિમેટ ખાતામાંથી રૂપિયા ૧૭,૯૬,૨૨૮ની  કિંમતના જુદી જુદી કંપનીના શેર પણ ઉપાડી લીધા હતા અને ઉપરોક્ત છેતરપિંડીને અંજામ આપ્યો હતો. આખરે શામજીભાઈએ આ વ્યક્તિઓ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ આઈ.એ. ધાસુરાએ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.

તે દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.કે. ઝાલા તથા સ્ટાફના પ્રણવ વસરા, વીક્કી ઝાલા, રાજુ પરમાર સહિતના સ્ટાફે ટેકનિકલ એનાલિસિસ શરૂ કર્યું હતંુ. જેમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં બંટી બંસીલાલ શર્મા ઉર્ફે અંકિત નામના આરોપીના સગડ મળવા પામ્યા હતા. ત્યાં ધસી ગયેલી સાયબર ક્રાઈમની ટીમે બંટીની અટકાયત કરી તેને જામનગર ખસેડ્યો છે. મૂળ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના મોલીકીયા ગામના વતની આ શખ્સ પાસે એક બલેનો મોટર, ત્રણ મોબાઈલ, લેપટોપ કબજે કર્યા છે. બાકીના આરોપીઓના સગડ દબાવાઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh