Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉ દુબઈમાં બેસાડવામાં આવ્યું હતું સ્ટેન્ટઃ
ખંભાળિયા તા.૨૦ : ખંભાળિયાના વિપ્ર પરિવારનો પુત્ર લગ્નપ્રસંગમાં અમદાવાદ ગયા પછી તેને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. થોડા સમય પહેલાં દુબઈ નોકરી માટે ગયેલા આ યુવાનને ત્યાં સ્ટેન્ટ બેસાડવામાં આવ્યું હતું. ગઈસાંજે તેના પાર્થિવ શરીરને ખંભાળિયા લાવવામાં આવ્યા પછી અંતિમયાત્રા નીકળી હતી.
ખંભાળિયાના સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રહ્મ સમાજના શિરીષભાઈ પ્રહલાદભાઈ જોષી નામના ખંભાળિયા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીના પુત્ર વિવેકભાઈ (ઉ.વ.૩૭) એક સંબંધીના અમદાવાદમાં યોજાયેલા પ્રસંગમાં ગયા પછી આ યુવાનને ત્યાં હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું છે.
ખંભાળિયાના વતની આ યુવાન દુબઈમાં નોકરી કરતા હતા. જ્યાં તેઓને એક વખત હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. તેની સારવાર આપવામાં આવ્યા પછી તેઓને સ્ટેન્ટ બેસાડવામાં આવ્યું હતું. તેઓ ખંભાળિયા પરત ફર્યા પછી ગઈકાલે અમદાવાદમાં યોજાયેલા લગ્નપ્રસંગમાં ગયા હતા. જ્યાં તેઓને હૃદયરોગનો જીવલેણ હુમલો આવ્યાો હતો. તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયેલા આ યુવાનને બચાવી શકાયા ન હતા.
એક લગ્ન પ્રસંગમાંથી આ યુવાનના પાર્થિવ શરીરને ખંભાળિયા લાવવાની તજવીજ કરાયા પછી ગઈકાલે સાંજે તેઓની અંતિમયાત્રા નીકળી હતી. સદ્ગત યુવાન તેમના પિતાના એકના એક પુત્ર હતા. તેમના બહેને ભાઈ ગૂમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial