Advertisement
Author: નોબત સમાચાર

ઉધાર માલ મંગાવી હરિયાણાના મહિલાએ રૂ.૨૧ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ

વધુ રકમ આપવાનું કહી યુવકને બતાવાયો ઠેંગોઃ

જામનગર તા.૨૦ : જામનગરના કારખાનેદાર પાસેથી હરિયાણાના મહિલાએ નવેક વર્ષ સુધી વેપારી સંબંધ રાખ્યા પછી નવેક વર્ષ પહેલાં રૂ.ર૧ લાખ ઉપરાંતની રકમ બાકી રાખી દઈ તેની ચૂકવણી ન કરતા વિશ્વાસઘાતની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે આપેલી રકમ કરતા વધુ રકમ આપવાનું કહી એક શખ્સે અન્ય આસામી પાસેથી રૂપિયા સાડા આઠેક લાખ લઈ ઠેગો બતાવી દીધો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નં.પ૮માં વસવાટ કરતા અને બ્રાસપાર્ટ કારખાનું ચલાવતા ભાવિન રમેશભાઈ મંગે નામના ભાનુશાળી કારખાનેદાર સાથે વર્ષ ૨૦૦૬-૦૭થી ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના વતની અને હાલમાં હરિયાણાના ફરીદાબાદમાં વ્યવસાય કરતા શ્રી દુર્ગા એન્જિનીયરીંગ વર્કસવાળા  મંજુબેન વિવેકભાઈ પાંડે નામના મહિલાનો સાથે વ્યવસાયીક વ્યવહાર હતો.

આ મહિલાએ વર્ષ ૨૦૦૬ થી ભાવિનભાઈ પાસેથી બ્રાસપાર્ટનો વખતોવખત સામાન લીધો હતો. તે પછી વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ ની વચ્ચેના સમયમાં રૂ.૨૧ લાખ ૯૧,૧૮૦નો સામાન ખરીદ્યો હતો. તે રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા મંજુબેન પાસે ઉઘરાણી કરવામાં આવતી હતી તેમ છતાં આ મહિલાએ બાકી રકમ ન ચૂકવતા  ભાવિનભાઈ મંગેએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મહિલા સામે વિશ્વાસઘાત કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના બેડેશ્વર રોડ પર આવેલા વીર સાવરકર ભવન આવાસમાં રહેતા પરેશ સાહેબરાવ બરડે નામના મહારાષ્ટ્રીયનને પંચવટીમાં રહેતા શૈલેન્દ્રસિંગ નિર્બન નામના યુવાને પોતાનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે તેને ખોલાવવા માટે પૈસાની જરૂર છે એકાઉન્ટ અનફ્રીઝ થતાં પૈસા પાછા આપવા ઉપરાંત રૂપિયા પાંચ લાખ વધારે આપવાની લાલચ બતાવતા પરેશભાઈએ કટકે કટકે રૂ.૮,૫૦,૧૦૦ આપ્યા હતા.

તે રકમ શૈલેન્દ્રસિંગે પરત ન આપતા પરેશભાઈએ તપાસ કરાવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે શૈલેન્દ્રસિંગ આવી રીતે ઘણા લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે આથી પરેશભાઈએ તેની સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh