Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લામાં ૧૧ જાન્યુઆરીથી ચાલતા ઓપરેશન ડિમોલીશનને હાલ તુરત વિરામઃ
ખંભાળિયા તા. ૨૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા તથા દ્વારકા તાલુકાના વિસ્તારોમાં ગત તા. ૧૧-૧-૨૫થી શરૂ થયેલ મેગા ડિમોલિશનની કામગીરીને ગઈકાલે વિરામ અપાયો છે તથા બેટ દ્વારકા પંથકમાં બીજો રાઉન્ડ દબાણ હટાવોનો પૂરો થયો છે.
આ ઓપરેશનના આયોજનના મુખ્ય અધિકારી તથા દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આવરે તથા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ સતત આઠ દિવસ મકર સંક્રાંતિ જેવા તહેવારોમાં પણ ચાલેલ આ ઓપરેશનમાં કુલ ૫૨૫ સ્થળો પર ચાલેલ આ ઓપરેશનમાં કુલ ૫૨૫ સ્થળો પર ડિમોલિશન થયું જેમાં રહેણાંક મકાનો કોમર્શીયલ સ્થળો ધાર્મિક દબાણો સહિતનો સમાવેશ થાય છે. જેમાં ખાનગી જેટી પર પણ દબાણો હટાવાયા હતા. કુલ દ્વારકા, ઓખા, બેટ વિસ્તારમાં ૧,૨૭,૯૧૭ ચો. મીટર જગ્યા કે જે સરકારી ખરાબા, ગૌચર તથા સરકારી પડતર જમીનો પર દબાણોને આ જમીન ખાલી થઈ જેની બજાર કિંમત ૭૩.૫૫ કરોડની થવા જાય છે.
શાંતિપૂર્ણ ઓપરેશન
દેશની આંતરીક તથા આંતરરાષ્ટ્રીય સુરક્ષા તથા દ્વારકા કોરીડોરના સંદર્ભમાં આ કરાયેલ ડીમોલેશનમાં સતત આઠ દિવસ એક પણ અનિચ્છનીય બનાવ વગર શાંતિપૂર્ણ રીતે તમામ સ્થળે ઓપરેશનો પૂર્ણ થયા હતા કયાંય કાંકરીચાળો પણ થયો નહતો.
નિરાક્ષિતો માટે
હંગામી વ્યવસ્થા
તમામ દબાણકર્તાઓને નિયમ મુજબની મુદ્દતની બે-બે નોટીસો અપાઈ હતી તે પછી ૨૪ કલાકની આખરી નોટીસ અપાઈ હતી તે પછી પણ રૂબરૂ સ્થળ પર જઈને તેમની પાસે જગ્યાના આધારો-રેકોર્ડ માંગેલ જેમાં ના આવે તેમના જ દબાણો હટાવાયા હતાં.
દબાણ હટાવાયા પછી જે અસરગ્રસ્તો હોય તેમને ચાર-પાંચદિવસ રહેવા જમવાની વ્યવસ્થા સાથેના કેમ્પ પણ ખોલાયા હતા. જેથી ત્યાં સુધીમાં તેઓ અન્ય વિકલ્પો શોધી શકે.
હવે... ખંભાળિયા, ભાણવડનો વારો..!
૨૦૨૨માં બેટ દ્વારકા ૨૩માં, હર્ષદ નાવદરા તથા ૨૦૨૫માં ફરી દ્વારકા, બેટ દ્વારકા, ઓખા, સુરજકરાડી વિ.માં ડિમોલિશનનો રાઉન્ડ થયો હોય હજુ દ્વારકા થવાનો છે. ત્યારે દ્વારકા પ્રાંતમાં કલ્યાણપુર, દ્વારકા બન્ને તાલુકામાં ડિમોલિશન થઈ ગયું હોય હવે ખંભાળિયા, ભાણવડ તાલુકા ખંભાળિયા પ્રાંતમાં થાય તો નવાઈ નહીં ખંભાળિયા, સલાયા, વાડીનાર, ભાણવડમાં પણ વ્યાપક દબાણો તેમની મીઠી નજર નીચે થયા છે તથા દબાણોનો મોટો આંકડો સરકારી જમીનો પર છે જયાં સરકારી ખરાબા તો ઠીક પણ ગૌચરની જમીનો પણ મુકી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial