Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય હેમંતભાઈ ખવાની રજૂઆતને સફળતાઃ
જામનગર તા. ૨૨: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેડૂતો માટે સૌથી સારી બાબત કહી શકાય તે ધિરાણની મર્યાદા ૩ લાખ રૂપિયાથી વધારી ૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. જે અંગે જામનગર જિલ્લાના જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા ગત બજેટ સત્રમાં આ અંગે રજૂઆત કરી હતી. જેના સફળ પડઘા પડ્યા હોય તેમ સરકારે આ માંગણી સ્વીકારી લેતા ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ મુખ્યમંત્રી અને નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
હાલ મોંઘવારીના યુગમાં જગતના તાત ગણાતા ધરતીપુત્રો સૌથી વધુ મુશ્કેલીઓ ભોગવી રહૃાા છેકારણકે ખેડૂતોને ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવા અને મજૂરી તથા પાક વહેચવા માટે યાર્ડ સુધી લઈ જવાતા વાહનના ભાડા એમ તમામ વસ્તુમાં ડબલ કરતા પણ ખૂબ વધારો થયો છે. પરિણામે ખેડૂતો અનેક હાડમારીનો સામનો કરી રહૃાા હતા. ખેડૂતોની આ પીડા-વેદના સમજી મોંઘવારીને ધ્યાને લઇ પાક ધિરાણની રકમમાં વધારો કરવા માટે ધારાસભ્યએ ગત બજેટ સત્રમા ખેડૂતોને આપવામાં આવતા પાક ધિરાણની રકમ ૩ લાખનો બદલે ૫ થી ૬ લાખ કરવા માટે માંગ ઉઠાવી હતી અને રકમ પર વ્યાજ માફી માટે રજૂઆત કરી હતી.
આ બજેટમાં ખેડૂતોને આપવામાં આવતી નાણાંકીય સહાયમાં કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ૩ લાખ રૂપિયાથી વધારી ૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. જેનો સંપૂર્ણ રીતે અમલ કરાયો છે. જે અંતર્ગત ૪ ટકા વ્યાજ રાહત આપવા માટે ૧૨૫૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે હવે રાજ્યના ખેડૂતોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સહકારી બેંકો અને રાષ્ટ્રીયકૃત બેંકો મારફતે અપાતા ધિરાણની રકમ વધારતા હવે ખેડૂતોની હેરાનગતિ મહદ્અંશે દૂર થશે. આ લોન દર વર્ષે ખેડૂતોને તેમની ખેતી માટે સાધનો, બીજ, ખાતરો, યાંત્રિક સાધનો ખરીદવામાં મદદરૂપ થતા ખેડૂતો ખેડ-ખાતર સમયસર કરી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial