Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં નાના ક્લિનિક અને લેબથી લઈ મોટી હોસ્પિ.ની નોંધણી ફરજીયાતઃ ભારે દંડની જોગવાઈ

ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર

ગાંધીનગર તા. રરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરેલ "ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-ર૦રપ" સર્વાનુત્તે પસાર થયું છે, અને આ વિધેયક હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે, તા. ૧ર-૯-ર૦રપ સુધી વધારવામાં આવ્યો છે.

રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં "ધ ગુજરાત ક્લિનિકલ અસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-ર૦રપ" રજૂ કર્યુ હતું, જે સર્વાનુમત્તે પસાર કરાયું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશ અને જોગવાઈઓ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યમાં નાના ક્લિનિકથી લઈ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, લેબોરેટરી અને ઈમેજિંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓ, તેમજ આ સંસ્થાઓમાં કામ કરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની વિગતો, તેમાં ઉપલબ્ધ બેડ, આઈસીયુ, ઈમરજન્સી સેવાઓ વિગેરેની સચોટ માહિતી મળી રહે તે ઉદ્દેશથી રાજય સરકારે તા. ૧૩-૯-ર૦રર ના જાહેરનામું પ્રસિદ્ધ કરીને "ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ-ર૦ર૧થી સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકેલ છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં કઈ હોસ્પિટલ, ક્યા પ્રકારની સેવાઓ આપી રહી છે. હોસ્પિટલમાં કે ક્લિનિકમાં ક્યા-ક્યા પ્રકારની સુવિધાઓ, સાધનો, કઈ સ્પેશ્યાલિટીના તબીબો છે તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરીને ડિજિટલ રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે.

આ એક્ટ હેઠળ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિ દ્વારા માંદગી, ઈજા, શારીરિક ખોડ, વિકૃત્તિ અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી સેવાઓ, સુવીધાઓ પૂરી પાડતા હોય, તેવી હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, ક્લિનિક, સેનીટોરીયમ, આ ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડિયોલોજીકલ, કેમિકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામાં આવતી હોય, તેવી સંસ્થાઓનો સમાવેશ કરાયો છે. આ તમામ ઉદ્દેશોને કેન્દ્રમાં રાખીને આ સુધારા વિધેયક દ્વારા કાયદાની કલમ-૯ (૪) માં "કાયમી" શબ્દ નહિ, પરંતુ "કામચલાઉ" શબ્દની જોગવાઈ કરાઈ છે.

રાજ્યમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-ર૦ર૧ અંતર્ગત તમામ આરોગ્ય સંસ્થાઓએ તા. ૧ર-૩-ર૦રપ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. આજે આ સુધારા વિધેયક પસાર થતા નોટીફિકેશન દ્વારા રાજયની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય છ માસ એટલે કે, ૧ર-૯-ર૦રપ સુધી વધારવામાં આવશે. વધુમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે કે, ૧ર-૯-ર૦ર૬ સુધી વધારવામાં આવશે.

આ સુધારા વિધેયકની અન્ય મહત્ત્વની જોગવાઈઓ વિશેની વિગતો ગૃહ સમક્ષ રજૂ કરતા મંત્રીએ કહ્યું હતું કે, નિયમનકારી માળખાને ધ્યાનમાં રાખીને "યોગ અને નેચરોપથી (નિસર્ગોપચાર પદ્ધતિ)" ને માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાઈ છે. જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના આદેશો સામેની અપીલ સાંભળવા માટે રાજ્ય કાઉન્સિલને તેના સભ્યો પૈકી કોઈ એક વ્યક્તિને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી છે. ચિકિત્સા સંસ્થા માટેની રાજ્ય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે જે-તે ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક-એક સભ્યની નિમણૂંક માટે જોગવાઈ કરી, તે ચિકિત્સા પદ્ધતિની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પૂરૃં પાડવામાં આવ્યું છે.

આ સુધારા વિધેયક સંદર્ભે ગૃહના વિવિધ સભ્યોએ વિગતવાર ચર્ચા કરી હતી અને ચર્ચાના અંતે આ વિધેયકને સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-ર૦ર૧ તા. ૧૩-૯-ર૦રર થી રાજ્યમાં અમલમાં આવેલ છે. આ કાયદા હેઠળના નિયમો તા. ર૬-૯-ર૦રર થી અમલમાં આવેલ છે. કાયદા હેઠળના સુધારા નિયમો એટલે કે, તબીબી સંસ્થાઓ માટેના સ્ટાન્ડર્ડસ તા. ૧૩-૩-ર૦ર૪ થી અમલમાં આવ્યા છે.

કાયદાની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ દંડાત્મક જોગવાઈઓ છે, જે પ્રમાણે કાયદા કે નિયમોની કોઈ જોગવાઈના ભંગના કિસ્સામાં રજીસ્ટ્રેશન રદ્દ કરવાની તેમજ રૂ. ૧૦ હજારથી રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઈ, રજીસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવવાના કિસ્સામાં રૂ. રપ હજારથી લઈ રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઈ, રજીસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવવાના કિસ્સામાં રૂ. રપ હજારથી લઈ રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઈ અને અધિકૃત વ્યક્તિ/ઓથોરિટીના નિર્દેશોનું પાલન ન કરવાના / માહિતી આપવાના ઈન્કાર કરવા વિગેરે કિસ્સામાં રૂ. પ લાખ સુધીના દંડની જોગવાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh