Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદથી પ્રયાગરાજ જતી ૧૦ ટ્રેનો રદ કરી દેવાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

મહાકુંભમાંથી પરત ફરતા યાત્રિકો માટે દોડાવાઈ રહી છે સ્પેશ્યલ ટ્રેનો

અમદાવાદ તા. ૨૨: પ્રયાગરાજ જતી ૧૦ ટ્રેનો રદ કરી દેવાતા મહાકુંભના છેલ્લા સપ્તાહમાં મુસાફરોની મુશ્કેલી વધી છે.

પ્રયાગરાજમાં મહાકુંભ મેળો હવે પૂર્ણતાના આરે છે. મહાકુંભમાં દરરોજ એક કરોડથી વધુ લોકો પહોંચી રહૃાા છે. જો કે, મહાશિવરાત્રિના રોજ મહાકુંભ મેળાનું અંતિમ સ્નાનને પગલે દેશભરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. આ દરમિયાન રેલવે મંત્રાલયે આ ભીડને નિયંત્રિત કરવા મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદથી પ્રયાગરાજ જતી ૧૦ ટ્રેન રદ કરી દેવામાં આવી છે.નોંધનીય છે કે, મહાકુંભમાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ૨૨મીથી ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર ૧૯૪૮૩ અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ૨૪મીથી ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી બરૌનીથી ચાલતી ટ્રેન નંબર ૧૯૪૮૪ બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે. ૨૫મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર ૧૯૪૮૯ અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ગોરખપુરથી ચાલતી ટ્રેન નંબર ૧૯૪૯૦ ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર ૧૨૯૪૭ અમદાવાદ-પટના એક્સપ્રેસ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પટનાથી ચાલતી ટ્રેન નંબર ૧૨૯૪૮ પટના-અમદાવાદ એક્સપ્રેસ ૨૫મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ એકતા નગરથી ચાલતી ટ્રેન નંબર ૨૦૯૦૩ એકતા નગર-વારાણસી એક્સપ્રેસ ૨૭મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ વારાણસી થી ચાલતી ટ્રેન નંબર ૨૦૯૦૪ વારાણસી-એકતા નગર એક્સપ્રેસ ૨૫મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ભાવનગરથી ચાલતી ટ્રેન નંબર ૧૨૯૪૧ ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ ૨૭મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ આસનસોલથી ચાલતી ટ્રેન નંબર ૧૨૯૪૨ આસનસોલ-ભાવનગર એક્સપ્રેસ રદ્ કરવામાં આવી છે.

તદુપરાંત ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના દરભંગાથી ચાલતી ટ્રેન નંબર ૧૫૫૫૯ તેના નિર્ધારિત માર્ગ વારાણસી-પ્રયાગરાજ-માણિકપુર-બીનાને બદલે ડાયવર્ટ માર્ગ વાયા વારાણસી-લખનૌ-કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બીનાના માર્ગે ચાલશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh