Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વિશ્વ ચકલી દિને ડિમ્પલબેન રાવલ દ્વારા ૧૦ હજારથી વધુ માળા અને કુંડાનું વિતરણ

મહિલા કોર્પોરેટર ૧૦ વર્ષથી જીવદયાનો ભેખ ધરીને સ્વખર્ચે આ સેવાકાર્ય કરે છે...

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩ઃ સતત ૧૦ વર્ષ સુધી સેવા અને જીવદયાનો ભેખ ધારણ કરી એક જ કાર્ય કરવું અને તે પણ પોતાના સ્વખર્ચે તે એક સરહાનિય કાર્ય છે, આવુ જ કાર્ય જામનગરના ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી કરવામાં આવે છે, શહેરી વિસ્તારમાંથી લુપ્ત થતી જતી ચકલીઓ બચાવવા ચકલીના માળાનું અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવાનું કાર્ય.

મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા પ્રતિવર્ષ ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ પર જામનગર શહેર ના અલગ અલગ વિસ્તારોમાં સ્ટોલ નાખી શહેરની અન્ય સંસ્થાઓને સહભાગી બનાવીને શહેરીજનોને વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે,છેલ્લા ૧૦ વર્ષથી અવિરત ચાલતા આ કાર્યમાં તેવો તેમને મળતા કોર્પોરેટરપદના ભથ્થાની રકમ આ જીવદયા અને સદકાર્ય માં વાપરે છે અને લુપ્ત થતી ચકલીઓને બચાવવાનો પ્રયત્ન કરે છે.

આ વર્ષે પણ શહેરની જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુપર,વેસ્ટ,જનસેવા દરેડ અને પૂર્વ તેમજ ભારત તિબ્બત સંઘ,જામનગર ફોટોગ્રાફર એસોસિએશન, લાખોટા નેચર કલબ, એમ.ડી. મહેતા ગર્લ્સ સ્કૂલ ધ્રોલ,નવાનગર નેચર કલબ વિગેરેને સાથે રાખી શહેરના હવાઇચોક, લાલબંગલા, પંચેશ્વર ટાવર અને ડી.કે.વી.સર્કલ વિસ્તારમાં માળા અને કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ માળા અને કુંડા મેળવ્યા હતા.

ચકલી બચાવો અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં માળા વિતરણ અને કુંડા વિતરણ કાર્યમાં મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશીષભાઈ જોષી, શહેર ભાજપ અધ્યક્ષ શ્રીમતી બીનાબેન કોઠારી, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, કોર્પોરેટર ભાઈ બહેનો, ભાજપ પૂર્વ અધ્યક્ષ હિતેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાસાણી, અશોકભાઈ નંદા, હસમુખભાઈ હિંડોચા, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પી. મહેતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પુરૃષોત્તમભાઈ કકલાણી,જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ મુકેશભાઈ પાઠક, સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલ્લભાઈ વાસુની ટીમ, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ તંત્રી જયેશભાઈ રૃપારેલીયા,બ્રહ્મ સમાજના ઘટકો, પેટા જ્ઞાતિઓ, વિવિધ સંગઠનો અને ભાજ૫ સંગઠનના આગેવાનો, મહિલા આગેવાનો, કાર્યકર્તાઓ, મહિલા સંસ્થાઓના આગેવાનો, સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્યો દીવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજાના પ્રતિનિધિઓ અને જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.

આ તકે ચકલી બચાવો અભિયાનના પ્રણેતા અને મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલે જણાવ્યું હતું કે, પાણીના કુંડા અને ચકલીના માળા મેળવતા વ્યક્તિઓને તેમને સમયાંતરે ફોન દ્વારા પુરછા કરી માર્ગદર્શન પણ આપવામાં આવશે તેમજ વર્ષ દરમિયાન પણ વિતરણની આ પ્રવૃત્તિ અવિરત રહેશે એટલે કહી શકાય કે આ કોઈ એકદિવસનું નહીં પણ નિરંતર ચાલતું કાર્ય છે, સતત ૧૦ માં વર્ષે ૧૦ હજારથી પણ વધુ માળા અને કુંડાનું વિતરણ એ જામનગરના શહેરીજનોની જીવદયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, આ સમગ્ર કાર્યને સફળ બનાવવા સહયોગી સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh