Advertisement
Author: નોબત સમાચાર

ભારત-સાઉદી અરબ વચ્ચે સંબંધો દૃઢ બનાવવાની દિશામાં આગેકદમઃ વિવિધ ક્ષેત્રે સહયોગ વધારાશે

પ્રવાસ ટૂંકાવીને પરત ફરેલા પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૩ઃ પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટૂંકાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા છે. તે પહેલા તેઓએ સાઉદી અરેબિયામાં ભારત-સાઉદ્દી અરબના સંબંધો વધુ દૃઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબની બે દિવસની મુલાકાતને ટૂંકાવીને એક જ દિવસમાં પાછા ભારત આવી ગયા છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય કર્યો હતો.

જોકે સાઉદીની મુલાકાત દરમિયાન તેમણે કહૃાું કે આ વિસ્તારમાં રચનાત્મકતા અને સ્થિરતા માટેનું એક મહત્વનું પરિબળ બની રહૃાું છે. સમુદ્રીય પાડોશીઓ તરીકે ભારત અને સઉદી અરબસ્તાનનાં હિતો નૈસર્ગિક રીતે જ સમાન છે.

બંને આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. બંને વચ્ચે સ્થપાનારા સંરક્ષણ અંગેના સંબંધો અમારા વિસ્તૃત પાડોશી વિસ્તારોમાં ઊભા થતા પડકારોનો સામનો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વડાપ્રધાને વધુમાં કહૃાુ, 'સલામતી અંગે સહકાર સાધી રહૃાા છીએ અને તેમાં પ્રગતિ પણ થઈ રહી છે. અમે ૨૦૨૩માં અલ-મોહેદ, અલ-હીદી નામક બે નૌકાયુદ્ધ કવાયતો પણ કરી છે. આ સાથે તેઓએ કહૃાુ કે સઉદી સશસ્ત્ર સૈન્યોની જરૃરિયાતો પૂરી કરવાનો અમને આનંદ છે.

ભારતમાં છેલ્લા દશકોથી સંરક્ષણ સાધનોનું ઉત્પાદન વધી રહૃાું છે. તેમાં શ્રેષ્ઠ કક્ષાના સાધનો જેવા કે નાના શસ્ત્રો, મોટા શસ્ત્રો, બખ્તરિયા ગાડીઓ, ટેન્ક વગેરેનું ઉત્પાદન થાય છે. એરફોર્સની જરૃરિયાતો પૂરી કરવા અમે ડ્રોન વિમાનો અદ્યતન નાના હેલિકોપ્ટર્સથી શરૃ કરી ફાયટર-જેટસ બનાવી રહૃાાં છીએ. નેવી ક્ષેત્રે અમે પેટ્રોલ-બોટસ, સબમરીન્સ અને વિમાન વાહક જહાજ પણ બનાવીએ છીએ. અમે માત્ર અમારી જ જરૃરતો પૂરી કરતા નથી, તેની નિકાસ પણ કરીએ છીએ. દુનિયાના અનેક દેશો તે ખરીદે છે.

પત્રકારોને કરેલા સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહૃાું ઃ અમે સલામતી અંગે સહકાર સ્થાપવા આતુર છીએ. તેમાં ત્રાસવાદનો સામનો કરવા ઉપરાંત, ત્રાસવાદીઓને પહોંચાડાતા નાણાંની શ્રૃંખલા જ તોડી નાખવા તેમજ ડ્રગ-ટ્રાફિકિંગ (નશાકારક દ્રવ્યો) રોકવા સમાન રીતે પ્રતિબદ્ધ છીએ. તેમજ સાયબર સિક્યોરિટી મજબૂત કરવા સહ-પ્રયત્નો કરી રહૃાા છીએ.

વડાપ્રધાને વધુમાં કહૃાું અમારા સંરક્ષણ ઉત્પાદનોમાં સઉદી અરબસ્તાન રોકાણો કરે તો તેને આવકારીએ છીએ. ઉપરાંત ઊર્જા ક્ષેત્ર અમારી આર્થિક ભાગીદારીમાં મહત્ત્વનો સ્તંભ બની રહૃાું છે. સઉદી અરબસ્તાન, ભારતમાં તેલની જરૃરિયાતોનો બહુ મોટો ભાગ પૂરો પાડે છે. તે ક્રૂડ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડકટસ મોટા પ્રમાણમાં પૂરા પાડે છે. ભારતની રીફાઈનરીઓ તે શુદ્ધ કરી પોતાના લોકોની જરૃરિયાતો પૂરી પાડે છે. વડાપ્રધાન મોદીએ અન્ય મહત્ત્વની વાત તો તે કરી હતી કે, સઉદી અરબસ્તાનમાં જ ક્રૂડ તેલનાં શુદ્ધિકરણ માટેનું સંકુલ-રીફાઇનરી-સ્થાપવા તૈયાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh