Advertisement
Author: નોબત સમાચાર

પહલગામ આતંકી હૂમલાનો માસ્ટર માઈન્ડ સૈફુલ્લાહ કસુરીઃ હાફિઝ સઈદ સાથે કનેકશન

આતંકી હુમલાની જવાબદારી ટીઆરએફએ લીધી

                                                                                                                                                                                                      

શ્રીનગર તા. ૨૩ઃ પહલગામ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ સૈફુલ્લાહ ખાલિદ નામનો આ આતંકી હાફિઝ સઈદનો નજદીકી મનાય છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામ ખીણમાં થયેલા આતંકી હુમલામાં અનેક નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે. જેમાં આશરે ૨૮ લોકોના મોત નીપજ્યા છે. આ આતંકી હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના સહયોગી સંગઠન ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) એ લીધી છે.

આ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ સૈફુલ્લાહ ખાલિદ છે. જે સૈફુલ્લાહ કસૂરી નામથી ઓળખાય છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં લોકોને તેમના નામ પૂછીને ગોળી મારવામાં આવી છે. આ આતંકી હુમલાની જવાબદારી ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. તેનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. તેનું કનેક્શન હાફિઝ સઈદ સાથે છે.

સૈફુલ્લાહને પાકિસ્તાન તરફથી સમર્થન મળે છે. તેના પાકિસ્તાની સેના સાથે સારા સંબંધ છે. તેમજ પાકિસ્તાનમાં જેહાદી ભાષણ આપે છે. અને ત્યાંના નાગરિકો અને સેનાને ભડકાવવાનું કામ કરે છે. નવયુવાનોનું બ્રેઈનવોશ કરી તેમને આતંકી બનવા મજબૂર કરે છે.

સૈફુલ્લાહે બે મહિના પહેલાં જ પાકિસ્તાનના પંજાબના કંગનપુરમાં એક જેહાદી ભાષણ આપ્યું હતું. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી ટીઆરએફએ લીધી છે. તે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની કાર્યવાહીથી બચવા માટે બનાવવામાં આવી છે.

ટાર્ગેટ કિલિંગ જેવા અનેક કિસ્સામાં ટીઆરએફ સામેલ છે. સોશિયલ મીડિયા પર તેઓ એક્ટિવ છે. કાશ્મીરની અંદર ચાલતી દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. અગાઉ તેણે પોતાની હિટ લિસ્ટ પણ જારી કરી હતી. આ લિસ્ટમાં ભાજપના નેતાઓ, સેના અને પોલીસ અધિકારીઓના નામ સામેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh