Advertisement
Author: નોબત સમાચાર

ધોરણ-૧૦ની પરીક્ષામાં સંસ્થાના તેર વિદ્યાર્થીને એ-૧ ગ્રેડ, ૨૯ વિદ્યાર્થીને એ-૨ ગ્રેડ

બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલની ઝળહળતા પરિણામની સિદ્ધિનો સીલસીલો યથાવત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯ઃ કારકિર્દીના દ્વાર સમાન ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના સ્ટુડન્ટસના આ શ્રેષ્ઠ પરિણામ થી ઝળહળતી કારકિર્દી  ઘડતરના  મક્કમ ડગથી ધ્યેય સુનિશ્ચિત કરાવવામાં સંસ્થાના ચેરમેન શ્રી અશોકભાઇ ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મીતાબેન ભટ્ટ સહિત *ટીમ બ્રિલિયન્ટ* ગ્રાન્ડ સક્સેસ એ-૧ ગ્રેડમાં - ૧૩ અને એ-૨ - ૨૯ બાળકો ઝળક્યા હોઇ ગુજરાત કક્ષાની સફળતા ખરેખર અભિનંદનીય છે તો વળી વિજ્ઞાન વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ બે સ્ટુડન્ટને અને મેથ્સમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ એક સ્ટુડન્ટને આવ્યા છે તે પણ વિશેષ સરાહનીય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક  શિક્ષણ બોર્ડ દ્વારા  માર્ચ ૨૦૨૫માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે તેમાં જામનગરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા, બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ અપેક્ષા મુજબ ઝળહળતી સિદ્ધિ મેળવતા સૌ ખુશખુશાલ થયા છે અને સંસ્થામાં ઉત્સવ જેવો માહોલ બન્યો છે.

હાલનો સમય કારકિર્દી ઘડતરનો છે વિકસતા જતા યુગમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી ઘડતર માટે ધોરણ ૧૦ એ પ્રવેશદ્વાર છે ત્યાંથી ભાવિનો પાયો નખાય છે માટે વાલિઓને પોતાના સંતાનો માટે ખૂબજ કાળજી લેવી પડે છે ત્યારે જે વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સમાં ભણે છે તેઓના વાલિઓ સંસ્થાની ઉતરોતર પ્રગતિ જાણતા હોઇ ધોરણ ૧૦ના પરિણામ અંગે  નિશ્ચિંત હતા કેમકે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા દેવાની હોય માટે વિદ્યાર્થીઓને ભણતર-ગણતર-કેળવણી સાથે માનસીક રીતે એટલા સ્વસ્થ કરવા પડે કે તેઓ હળવાફુલ રહી પરીક્ષા આપી શકે, હવે બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના ધોરણ ૧૦ના બોર્ડ પરીક્ષાના પરિણામો જોતા સ્પષ્ટ થાય છે કે આ સંસ્થામાં સંચાલકો ચેરમેન અશોકભાઇ ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મીતાબેન ભટ્ટએ જાતે કેટલી જહેમત ઉઠાવી હશે તેની કલ્પના થઇ શકે અને સંચાલકોએ તે માટે પોતાની સંસ્થાના શૈક્ષણિક સ્ટાફને વારંવાર મિટિંગ યોજી, મોટીવેટ કરીને કેવા કેળવ્યા હશે કે આ ભવ્ય  સંસ્થામાં વિદ્યાર્થીઓ, વાલીઓ સૌને પોતીકા પણુ લાગે છે સાથે જ શિસ્ત સાથે શિક્ષણના સમન્વયનો બેજોડ આગ્રહ સહિતની બાબતો આ શ્રેષ્ઠ પરિણામ પાછળના ફેક્ટસ છે તેમાં કોઇ મીનમેખ નથી તેમ અભિપ્રાયો આજના રીઝલ્ટ બાદ જાણવા મળ્યા છે.

બ્રિલિયન્ટ ગૃપ્સ ઓફ સ્કૂલ્સનું ધોરણ ૧૦નું ૮૪.૪૩ ટકા ઓવરઓલ ખૂબજ ઝળહળતુ પરિણામ આવ્યુ છે જેમાં એ-૧ ગ્રેડમા- ૧૩ અને એ-૨ ગ્રેડમાં ૨૯ બાળકો ઝળક્યા હોઇ ગુજરાત કક્ષાની સફળતા ખરેખર અભિનંદનીય છે તો વળી વિજ્ઞાન વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ બે સ્ટુડન્ટને અને મેથ્સમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ એક સ્ટુડન્ટને આવ્યા છે તે પણ વિશેષ સરાહનીય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh