Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જીવનભર સાથ ન છોડે, બીજો મિત્ર સ્વયંની ઓળખ કરાવે...
હિન્દી ફિલ્મમાં દોસ્તી પર ઘણાં ગીતો બન્યા છે, અને સાચી દોસ્તીના વિષય પર ઘણી ફિલ્મો પણ બની છે. કેટલાક ફિલ્મી ગીતો તો દોસ્તો વચ્ચેના સ્નેહને પ્રગટ કરવાના માધ્યમો પણ બની ગયા છે.
યે દોસ્તી, હમ નહીં તોડેંગે,
તોડેંગે દમ મગર,
તેરા સાથ ન છોડેં ગે...
અરે, તેરી જીત મેરી જીત
તેરી હાર મેરી હાર
સુન, એ, મેરે યાર...
તેરા ગમ, મેરા ગમ,
મેરી જાન તેરી જાન,
ઐસા અપના પ્યાર,
જાન પે ભી ખેલેંગે,
તેરે લિયે લે લેંગે,
જાન પે ભી ખેલંગે
તેરે લિયે લે લેંગે
સબસે દુશ્મની... યે દોસ્તી...
આ આખું ગીત કિશોરકુમાર અને મન્નાડે સાથે આર.ડી. બર્મને ગીત-સંગીતથી મઢ્યું છે. શોલે ફિલ્મનું આ ગીત આનંદ બક્ષીની રચના છે, જે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર પર ફિલ્માવાયુ છે.
એવું જ એક બીજુ ફિલ્મી ગીત પણ દોસ્તીના વિષય પર ફિલ્માવાયુ છે, જેમાં પ્રાણ અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો છે. ઝંઝીર ફિલ્મનું આ ગીત પણ ઘણું જ લોકપ્રિય બન્યું છે. પ્રાણની કવ્વાલીની પેશકશ પણ અદ્ભુત રીતે ફિલ્માવાઈ છે.
ગર ખુદા મુઝસે કહે,
માંગ એ બન્દે મેરે,
મૈં યે માંગુ મહેફિલોં કે,
દૌર યુ ચલતે રહે,
હમસેય્યાલા, હમ નિવાલા,
હમસફર, હમરાઝ હો,
તા કયામત જો ચિરાગોંકી
તરહ જલતે રહે...
યારી હૈ ઈમાન, મેરા યાર મેરી જિંદગી,
યારી હૈ ઈમાન, મેરા યાર મેરી જિંદગી,
પ્યાર હો બંદો સે યે...
સબસે બડી હૈ બંદગી,
યારી હૈ ઈમાન મેરા, યાર મેરી જિંદગી.
જાન ભી જાયે અગર,
યારી મેં યારો ગમ નહીં,
અપને હોતે યાર હો,
ગમગીન મતબલ હમ નહીં,
હમ જહાં હૈ ઉસ જગહ,
ઝુમેગી-નાચેગી ખુશી,
યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી,
યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી...
'ઝંઝીર' નામની વર્ષ ૧૯૭૩ ની હિન્દી ફિલ્મમાં ગુલશન બાવરા અને કલ્યાણજી આણંદજી દ્વારા આ ગીત-સંગીતની પ્રસ્તુતિ નિર્માતા પ્રકાશ મહેશ દ્વારા થઈ હતી. આ ગીત પણ ઘણું જ કર્ણપ્રિય છે, અને કવ્વાલીના શોખીનો ઉપરાંત વયસ્ક વડીલો આજે પણ આ ફિલ્મી ગીત-સંગીત સાથે ઝુમી ઊઠતા જોવા મળે છે. વર્ષ ૧૯૭૩ પછી વર્ષ ર૦૧૩ માં પણ એ જ નામની ફિલ્મ બની છે. જે હિન્દી, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં રિલિઝ થઈ હતી.
એવું જ એક ગીત 'યારાના' ફિલ્મનું છે. જે કિશોરકુમારના કંઠે ગવાયું છે, અને તેને રાજેશ રોશને સંગીત આપ્યું છે. આ ગીતના શબ્દો ઘણાં જ ભાવુક અને સમર્પણની ભાવના ઉજાગર કરે છે. યારાના ફિલ્મ તથા તેનું આ ગીત આજે પણ ઘણું જ પ્રચલિત છે. મિત્રતા અને મિત્રો વચ્ચેનો વિશુદ્ધ પ્રેમ ગીતના માધ્યમથી વ્યક્ત થાય છે, ત્યારે તેમાં ઊંડાણની ઉર્મિઓ પણ ઝણઝણી ઊઠે છે, અને એ ઝંકાર ગીતને વધુને વધુ કર્ણપ્રિય બનાવે છે.
આ ગીત પણ અમિતાભ બચ્ચન પર ફિલ્માવાયુ છે અને કોરસ પ્રકારનું ફિલ્મી ગીત હોવાથી તેનું સ્ટેજ પરફોર્મન્સ પણ અદ્ભુત છે. ફિલ્મના પ્રત્યેક શબ્દો પર શ્રોતાઓ ઝુમી ઊઠતા હોય છે.
તેરે જૈસા યાર કહાઁ,
કહાઁ ઐસા યારાના... આ... આ...
યાદ કરેગી દુનિયા,
તેરા મેરા અફસાના...
તેરે જૈસા યાર કહાઁ,
કહાં તેરા યારાના...આ...આ...
યાદ કરેગી દુનિયા,
તેરા મેરા અફસાના...
મેરી જિંદગી સંવારી, મુઝકો ગલે લગા કે,
બૈઠા દિયા ફલક પે, મુઝે ખાટસે ઊઠાકે,
યારા તેરી યારી કો, મૈં ને ખુદા માના
યાદ કરેગી દુનિયા, તેરા મેરા અફસાના
મેરે દિલકી યહ દુઆ હૈ, કભી દુર તું ન જાએ,
તેરે બિના હો જીના, વહ દિન કભી ન આયે,
મેરે દિલ કી યહ દુઆ હૈ, કભી દૂર તુ ન જાયે
તેરે સંગ જીના યહાઁ, તેરે સંગ મરજાના
યાદ કરેગી દુનિયા, તેરા મેરા અફસાના
તેરે જૈસા યાર કહાઁ, કહાઁ તેરા યારાના,
યાદ કરગી દુનિયા, તેરા મેરા અફસાના
આ તો થઈ ફિલ્મી ગીતોમાં યારી... દોસ્તીની વાત... પરંતુ રામાયણ અને મહાભારત કાળથી લઈને અર્વાચીન યુગ સુધીમાં ઘણાં એવા પ્રચલિત દૃષ્ટાંતો છે, જેમાં દોસ્તીનું મહાત્મય પ્રતિબિંબિત થતું હોય... એક પ્રચલિત દુહો પણ છે કે...
શેરી મિત્રો સો મળે,
તાળી મિત્ર અનેક,
જેમાં સુખ-દુઃખ વારીએ,
તે લાખોમાં એક...
અર્થાત્ શેરી-મહોલ્લમાં આપણે ઘણાં મિત્રો સાથે રમતા હોઈએ... ઘણાં મિત્રો સાથે તાળી લગાવીને શરતો મારતા હોઈએ કે રમત ગમતની સ્પર્ધામાં ફરતા હોઈએ, તે પ્રકારના ઘણાં મિત્રો મળે, પરંતુ જેની સાથે સુખ-દુઃખ વહેંચી શકીએ, આપણા મનની વાત વિના સંકોચે અને તે પછી તે મિત્ર આપણી સાથે સુખમાં ઊભો રહે કે ન રહે, પરંતુ દુઃખમાં જરૃર પડખે રહે, તેવો મિત્ર લાખોમાં એક હોય છે.
દર્પણ-સાચો મિત્ર
સાચો મિત્ર દર્પણ એટલે કે અરીસા જેવો હોય છે. દર્પણ સામે ઊભીએ એટલે આપણે જેવા હોઈએ, એવા જ આપણને પ્રતિબિંબત કરે છે. આપણી સુંદરતા અને તંદુરસ્તી પણ દખાડે છે અને આપણા શરીર કે કપડા પર કોઈ ડાઘ હોય, તો તેને પણ એ જ સ્વરૃપમાં બતાવે છે, અને પછી આપણે કોઈ ઉણપ હોય તો તે દૂર કરી શકીએ છીએ. તેવી જ રીતે સાચો મિત્ર પણ આપણી ઉણપો દૂર કરે છે, અને આપણી ખૂબીઓની સાથે સાથે ખામીઓને પણ પ્રતિબિંબિત કરે છે. જો કે, ઘણી વખત દર્પણ પર ડાઘ લાગે, તો આપણે તેને સાફ કરીએ છીએ, તેવી જ રીતે આપણે પણ સાચા મિત્રમાં કોઈ ઉણપ જણાય તો તેને દૂર કરવી જોઈએ ખરૃં ને?
દર્પણના પણ ઘણાં પ્રકાર હોય છે. વાહનોમાં લગાવતા બેક વ્યૂ મિરર દૂરની ચીજોને નજીક દેખાડે છે, તો કેટલાક સ્થળે દર્પણો માનવીને વાંકાચૂંકા અને વિકૃત આકૃતિઓ અથવા જોકર જેવા પણ દેખાડતા હોય છે. આપણે દોસ્ત અને દર્પણ પસંદ કરવામાં પણ આપણી જરૃરિયાતો તથા ઉપયોગિતાને અનુરૃપ માપદંડો અપનાવતા જ હોઈએ છીએ, પરંતુ સાચી દોસ્તીમાં માત્ર સમર્પણ ભાવ જ હોય છે. અરીસો આપણું સ્વરૃપ પ્રતિબિંબત કરે છે, તેવી જ રીતે આપણે દોસ્તી સમર્પિત ભાવથી જ કરવી જોઈએ અને તે પરસ્પર સમાન રીતે સુસંગત અને સરળ હોવી જોઈએ, નિઃસ્વાર્થ હોવી જોઈએ, ખરૃં કે નહીં?
દર્પણની જેમ જ પડછાયો પણ જીવનભર સાથે જ રહે છે. દિવસનો સૂર્યપ્રકાશ હોય કે ચાંદની રાત હોય, કુદરતી પ્રકાશ હોય કે કૃત્રિમ અજવાળુ કે રોશની હોય, દિવાની ઝલકતી રોશની હોય કે ઈલેક્ટ્રીસિટીનો પ્રકાશ હોય, આપણો ઘડછાયો હંમેશાં આપણી સાથે જ રહે છે. કોઈને કોઈ દિશામાં કોઈને કોઈ સ્વરૃપે અને ઘણી વખત સુક્ષ્મ રીતે પણ આપણો પડછાયો આપણી સાથે જ રહે છે. પડછાયો પ્રકાશ કે રોશનીમાં જ દેખાય છે, અને અંધકારમાં વિલીન થઈ જાય છે, કારણ કે પડછાયાનો રંગ અંધકાર જેવો જ હોય છે, તેથી જરા પણ રોશની ન હોય ત્યારે આપણે એક-એક ડગલું પણ સમજી-વિચારીને માંડવું પડતું હોય છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ અજ્ઞાનના અંધકારમાં અટવાતા રહેવા કરતા જ્ઞાનની રોશનીમાં આપણાં પડછાયાની જ મિત્રતા માણવી સારી... એવું પણ કહી શકાય.
અરીસો અને પડછાયો એ આપણાં સાચા દોસ્ત છે, પરંતુ પડછાયા કે પ્રતિબિંબ (અરીસામાં આપણું પ્રતિબિંબ) ને પકડી શકાતા નથી, માત્ર અનુભવી જ શકાય છે. પડછાયો અને પ્રતિબિંબ આપણા પરમ મિત્રો છે, જે આપણને 'સ્વયં' સાથે જ જોડે છે.
પ્રાચીનકાળથી આજપર્યંતના સાચી દોસ્તીના દૃષ્ટાંતોમાંથી પ્રેરણા મેળવીએ, અને દોસ્તી કાંઈક મેળવવા કે આપવા માટે નહીં, પરંતુ પરસ્પર સમર્પણ ભાવથી જ નિભાવીએ... શેરી મિત્ર, સ્ટાફમિત્ર, પ્રવાસીમિત્ર, બેંકમિત્ર, સ્કૂલ-ફ્રેન્ડ, કોલેજ ફ્રેન્ડ, ક્લાસ ફેલો, તાળી મિત્ર અને અન્ય વિવિધ પ્રકારના મિત્રોનું પણ અલગ મહત્ત્વ હોય છે, પરંતુ જે દુઃખમાં પડખે રહે, અને આપણા સુખને જોઈને પોતે પણ ખુશી અનુભવે, તેવા લાખેણા મિત્રોને પિછાણી અને તેના જેવા મિત્રો બનાવીએ... જય કૃષ્ણ-સદામાજી!
વિનોદ કોટેચા, એડવોકેટ
પાકી દોસ્તીના પૌરાણિક-ઐતિહાસિક દૃષ્ટાંતો
અર્વાચીન ઈતિહાસ અને પ્રાચીનકાળમાં પાકી દોસ્તીના ઘણાં અનુપમ દૃષ્ટાંતો ઘણાં જ પ્રચલિત છે. મહાભારતમાં કૃષ્ણ-સુદામા તથા કર્ણ સાથે દુર્યોધનની દોસ્તીમાં સંપૂર્ણ સમર્પણભાવ, નિખાલસ પ્રેમ અને નિઃસ્વાર્થ સંબંધોના જ દર્શન થાય છે. રામાયણકાળમાં પણ શ્રીરામ અને સુગ્રીવ વચ્ચે પાકી દોસ્તીનું થોડું ઓછું જાણીતું દૃષ્ટાંત છે. બાઈબલમાં પણ યોનાતાન સાથે દાઉદની દોસ્તીનું વર્ણન છે. રાજાશાહીના સમયગાળામાં પાકી દોસ્તીની કેટલીક કથાઓમાં પણ લોકસાહિત્યના માધ્યમથી વર્ણવાતી અને ગવાતી રહી છે. પ્રાણીઓમાં પણ ગાઢ દોસ્તીના ઉદાહરણો વર્તમાન સમયમાં પણ જોવા મળતા હોય છે. દોસ્તી એવો સંબંધ છે, જેમાં દુનિયાના અન્ય તમામ સંબંધોનું જાણે સંયોજન હોય છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial