Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણા દેશમાં લોકશાહી છે, એકદમ મજબૂત લોકશાહી છે, એટલે સતત ચૂંટણીઓ તો આવવાની જ. દરેક લોકશાહી દેશમાં ચૂંટણી તો આવે અને જાય. અને આ ચૂંટણીની સાથે જ અનિવાર્યપણે બે વસ્તુઓ જોડાયેલી છે, - ચૂંટણી પહેલા બધા જ પક્ષો તરફથી આપવામાં આવતા ધોધમાર વચનો, અને ચૂંટણી પછી સાંભળવા મળતી બહાનાબાજી.
ચૂંટણી પછીની બહાનાબાજી પણ બધા જ પક્ષો તરફથી સાંભળવા મળે છે. ચૂંટણીમાં હારનાર પક્ષ તરફથી તો આપણને બહાનાબાજીનો લાભ થોડાક દિવસો કે મહિનાઓ પૂરતો જ મળે છે. એટલે કે ચૂંટણીમાં હારનાર પક્ષ પોતે શુ કામ હાર્યો, અને તેને હરાવવા માટે તેના વિરોધીઓએ કેટલા કાવત્રા કર્યા, તેનું જાહેરમાં વિશ્લેષણ કરશે, અને ભવિષ્યમાં વિરોધીઓના આ બધા કાવતરાઓને નિષ્ફળ બનાવવાની શપથ લેશે, અને ત્યારબાદ આવતા પાંચ વર્ષ સુધી શાંતિથી ઊંઘી જાશે...!
પરંતુ ચૂંટણીમાં જીતનાર પક્ષ તો થોડા દિવસ જીતની ઉજવણી કરશે, પોતાની સફળતા માટે પોતે જ પોતાની પીઠ થપથપાવશે. પરંતુ ત્યારબાદ જ્યારે તેમને નક્કર કામગીરી કરવાની આવશે, એટલે કે તેમણે ચૂંટણી પહેલા આપેલા વચનો પાળવાની વાત આવશે એટલે સૌ પ્રથમ તો પોતે જ આપેલા ચૂંટણી વચનો ભૂલી જશે. પરંતુ જ્યારે કોઈ તેમનો કાન પકડીને તેમને ચૂંટણી વચનો યાદ અપાવશે ત્યારે તેઓ *કામ કેમ નથી થતું?* તેના અનેક બહાના આપશે -- એટલે કે સતત પાંચ વર્ષ સુધી તેઓ બહાનાબાજી જ કરતા રહેશે...
ચૂંટણી પછી કરવામાં આવતી બહાનાબાજી તો એક પ્રકારની ચ્યુઈગ ગમ છે, જે કદી ખૂટતી જ નથી. કારણકે રાજકારણી કદી ખોટો હોતો જ નથી, ખોટો હોઈ શકે જ નહીં. કારણ કે તે કદી કોઈ ભૂલ કરતો જ નથી -- હા આપણે રાજકારણીઓને ઓળખવામાં ભૂલ કરીએ છીએ એ અલગ વાત છે. અને આપણી આ ભૂલની સજા આપણે આવતા પાંચ વર્ષ સુધી ભોગવવી પડે છે... હોય, એ તો જેવા આપણા નસીબ..!!
ચૂંટણી લડતા નેતાજીને કેટલાક બહાનાઓ તો કાયમ હાથ વગર જ હોય છે. જ્યારથી ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ શરૂ થયો છે ત્યારથી ચૂંટણી હારનાર નેતાજી અને તેમનો પક્ષ તેમની હારનો દોષ સૌથી પ્રથમ તો ઈવીએમ ઉપર જ ઉતારશે. ચૂંટણીમાં હારતા જ જાહેર કરવામાં આવશે કે ઇવીએમ હેક કરવામાં આવ્યું છે.. ઇવીએમ હેક કરવાની વાત સાંભળતા જ જો કોઈ પત્રકાર પૂછશે કે, *ઇવીએમ હેક કોણે કર્યું છે ?*
*એલીયને....!* નેતાજી નો જવાબ..
*કેવી રીતે હેક કર્યું ?*
*ખબર નથી... પરંતુ જોને મારા બધા જ મત શાસક પક્ષે ચોરી લીધા છે...!*
*કેવી રીતે ચોરી લીધા..?*
*એ તો જેણે ચોરી લીધા છે તેને પૂછો ને્.!!* આટલું કહીને નેતાજી પોતાની હારનું સચોટ કારણ જાણવા માટે વિદેશયાત્રાએ ઉપડી ગયા.
ચૂંટણીમાં હારવું એ તો એક જ ટેમ્પરરી વાત છે, પરંતુ પોતે કેમ હાર્યા તેની બહાનાબાજી કરવી એ જ તો પરમેન્ટ કાર્ય છે
ચૂંટણીમાં નેતાજી તેની સીટ ગુમાવી શકે છે... ક્યારેક પોતાની ડિપોઝિટ પણ ગુમાવી શકે છે... અને ચૂંટણી દરમિયાન તેની પબ્લિક ઈમેજ પણ ઝાંખી થઈ શકે છે... પરંતુ નેતાજીનો કોન્ફિડન્સ તો દરેક ચૂંટણી પછી વધતો જ રહે છે.. વધતો જ રહે છે ... અને આ કોન્ફીડન્સ જ નેતાજીની ભવિષ્યની સફળતાનો પાયો છે.
અને આ કોન્ફિડન્સ જ આપણી લોકશાહીને જીવંત રાખે છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial