Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કલેકટરે મતદાર સુધારણા કેમ્પની લીધી ઓચિંતી મુલાકાતઃ વિશેષ નિર્દેશો આપ્યા

બીએલઓને બિરદાવ્યાઃ હરિપર તથા દરેડમાં સમીક્ષા કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જિલ્લા કલેકટર કેતન ઠક્કરે જિલ્લાના વિવિધ મતદાર સુધારણા કેમ્પની મુલાકાત લઇ બીએલઓની કામગીરીને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે તમામ પાત્ર નાગરિકોની નોંધણી સુનિશ્ચિત કરવા સૂચના આપી જરૂરી સમીક્ષા પણ કરી હતી.

ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેતન ઠક્કરે આજે યોજાયેલા ખાસ ઝુંબેશના કેમ્પ દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ મતદાન મથકોની આકસ્મિક મુલાકાત લીધી હતી અને બીએલઓ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.સાથે જ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી મતદાર નોંધણી અધિકારીઓ તથા બુથ લેવલ ઓફિસરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેકટર ઠક્કરે લાલપુર તાલુકાના હરિપર તથા દરેડ મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને સ્થળ પર હાજર મતદાર નોંધણી અધિકારીઓ પાસેથી મતદાર સુધારણા કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન કલેકટર ઠક્કરે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો હતો કે ૧૮ વર્ષ કે તેથી વધુ વયના તમામ નાગરિકોની, ખાસ કરીને યુવા મતદારો અને વંચિત સમુદાયના મતદારોની વિગતો મેળવવાની અને તેમની નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે સુનિશ્ચિત થવી જોઈએ તથા કોઈપણ પાત્ર નાગરિક બાકી ન રહે તેની કાળજી લેવી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણાનું આ રાષ્ટ્રીય કાર્ય મહત્ત્વનું હોવાથી તમામ પડતર અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરીને સંપૂર્ણ કામગીરી સત્વરે અને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા અને તટસ્થતા જળવાઈ રહે તે અંગે ખાસ કાળજી લેવા જણાવ્યું હતું.

કલેકટરની આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આદર્શ બસેર, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર સહિતના અધિકારીઓ જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh