Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના બે હોદ્દેદારો સહિત ૩૯ પદાધિકારીઓ સર્વાનુમતે ચૂંટાયાઃ
કોઈમ્બતુર તા. ૯: ઓઈ ઈન્ડિયા બીએસએનએલ ડોટ પેન્શનર્સ એસોસિએશનની પાંચમી ત્રિવર્ષીય ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ તામીલનાડુ (મદ્રાસ)ના કોઈમ્બતુર, લોટસ મહલમાં સંપન્ન થઈ હતી.
ઓલ ઈન્ડિયા બીએસએનએલ ડોટ પેન્શનર્સની પાંચમી ત્રિવર્ષીય ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ તામીલનાડુ (મદ્રાસ) રાજ્યના કોઈમ્બતુર, લોટસ મહલ, કોઈમ્બતુરમાં તા. ૧૭-૧૨-૨૫ થી તા. ૧૮-૧૨-૨૫ દરમ્યાન યોજાઈ હતી. ગુજરાતમાંથી દરેક ડિસ્ટ્રીક્ટ બ્રાંચમાંથી કુલ ૭૩ સભ્યો મનુભાઈ ચનીયારા, એઆઈબીડીપીએ ગુજરાતના સેક્રેટરી તથા સેન્ટ્રલ હેડ ક્વાર્ટરના વાઈસ પ્રેસિડેન્ટ અને એન.એલ.પટેલ એઆઈબીડીપીએના ગુજરાતના પ્રમુખની આગેવાનીમાં અને ભારતભરમાંથી ૯૬૪ ડેલીગેટસ કોઈમ્બતુરમાં જોડાયેલ. ઓપન સેશનમાં ટી.કે. રંગરાજાન સાંસદ, વંદના ગુપ્તા સી.જી.સી.એ. ડોટ, હિંદુના પૂર્વ ચીફ એડિટર એન.રામ, એનસીસીપીએના સેક્રેટરી જનરલ કે. રાઘવેન્દ્રન, બીએસએનએલ એમ્પ્લોઈઝના જનરલ સેક્રેટરી અનિમેષ ચંદ્રા મિત્રા, એસએન પીડબલ્યુએના જનરલ સેક્રેટરી જી.એલ. જોગી, ઓલ ઈન્ડિયા પોસ્ટ-આર.એમ.એસ.ના જનરલ સેક્રેટરી ડી. કે. દેબનાથ, આર. ઈલાનગોવન, વી.એન. નામ્બોદરી, એમ.આર.દાસ, કે.જી. જયરાજ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થા ત્રણ વર્ષ માટેના તા. ૧-૧-૧૭થી પેન્શન સુધારણા, ૬૫ વર્ષ પછી વધારાના પેન્શનનો ગ્રાન્ટ, ૧૦ વર્ષ અને ૮ મહિના પછી કોમ્યુટેશનની પુનઃ સ્થાપના, નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે નિયમોનું ખોટું અર્થઘટન કરીને નોશનલ ઈન્ક્રિમેન્ટનો ઈનકાર, નિયમોના ભંગમાં મહારાષ્ટ્રના વીઆરએસમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે અનિયમિત નિવૃત્તિ લાભો અને નિયમિત પેન્શનનો ઈનકાર, ફેમિલી પેન્શનરો માટે બીએસએન એલ એમઆરએસમાં વિકલ્પ પસંદ કરવાની તકનો ઈનકાર, ડોટ પેન્શનરો અને ફેમિલી પેન્શનરો ફોરજી/ફાઈવજી કન્સેશનનો ઈનકાર, સીજીએચએસ અને બીએસએનએલ એમઆરએસ સંબંધિત મુદ્દાઓ, પેન્શન નિયમોના મૂલ્યાંકનને રદ કરવું, સીપીસી ની શરતોના સંદર્ભમાં બંધારણનું ઘડતર, સીપીએસ, યુપીએસ, ઈપીએસ, અને ઓપીએસની પુનઃ સ્થાપના વેતન સુધારણા અને બીએસએનએલની પુનર્જીવન અને વેઈઝ રીવીઝન, સંગઠનાત્મક બાતો વિગેરે બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વી. એન. એ. નંબુદિરી (સલાહકાર), એ.કે. ભટ્ટાચાર્ય, કે.જી. જયરાજ પેટર્ન, એમ. આર. દાસ (પ્રમુખ), આર. મુરલીધરન નાયર (જનરલ સેક્રેટરી) અને એમ. જી. એસ. ક્રુપ ટ્રેઝરર સહિત ૩૯ પદાધિકારીઓ સર્વાનુમત્તે ચૂંટાયા. ગુજરાતમાંથી મનુભાઈ બી. ચનીયારા વાઈસ પ્રેસિડેન્ટ અને એ.જે.ગોસાઈ ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial