Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા તાલુકા પ્રા.શિ. સંઘની શરાફી મંડળીની વાર્ષિક સભા

તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ શિક્ષકો, વયનિવૃત્તોનું સન્માનઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૮: ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની શરાફી મંડળીની ૩૬મી વાર્ષિક સભા યોજાઈ હતી, જેમાં દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી તથા ગ્રાહક મંડળીની ૩૬મી વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ રામભાઈ ખૂંટીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

સભાની શરૂઆત ગોવાભાઈ વસરા દ્વારા સ્વાગત પ્રવચનથી થઈ હતી જે પછી સભાસદોના ૭૫ જેટલા તેજસ્વી બાળકોને બોર્ડ પરીક્ષામાં સફળ થવા બદલ તથા નોકરી તથા અન્ય વિગેરે બાબતોમાં સફળ થવા બદલ પાંચ સ્મૃતિ ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા નવ શિક્ષક સભાસદ ભાઈ બહેનોનું સન્માન કરાયું હતું તથા તાલુકા, જિલ્લા તથા રાજ્ય કક્ષાએ અને મોરારીબાપુ તથા રમેશભાઈ ઓઝાના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તથા ચિત્રકૂટ એવોર્ડ અને ગુરૂવંદના એવોર્ડ મેળવનાર દશ શિક્ષક સભાસદનું અને રાષ્ટ્રીય કક્ષાએ કુસ્તી તથા સંગીતમાં ભાગ લેનાર લખમણભાઈ ભોચીયા તથા વેજાણંદ માડમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, રાજ્ય સભા સાંસદ જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા, ધારાસભ્ય મૂળુભાઈ બેરા તથા કેળવણી નિરીક્ષકો બી.આર.સી., સી.આર.સી. વિગેરે પણ જોડાયા હતા.

મંડળી કાર્યના ભાવ પ્રતિભાવ રવિરાજ મહેતા, દ્વારા રજુ કરવામાં આવ્યા. મંડળીના મંત્રી પ્રકાશભાઈ ગોજીયા દ્વારા ગત વર્ષ ૨૦૨૫-૨૦૨૬નું વાર્ષિક સરવૈયું રજુ કર્યું હતું. ભાણવડ તાલુકાના કેળવણી નિરીક્ષકો, બી.આર.સી.ઓ., તાલુકા શાળાના આચાર્યો, સીઆરસી મિત્રો, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્ેદારો, પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્ેદારો, મુખ્ય શિક્ષક સંઘના હોદ્ેદારો (ત્રિવેણી સંગમ) એમ ત્રણેય સંઘના હોદ્ેદારો એક જ મંચ ઉપર હાજર રહ્યા હતા.

જેડીસી બેંકના કર્મચારી અને બહોળી સંખ્યામાં ખંભાળિયા/ ભાણવડના સભાસદ ભાઈઓ તથા બહેનોએ સાધારણ સભામાં અસાધારણ સહયોગ, સહકાર, અને વિશ્વાસ સાથે હાજર રહી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો.

જમણવાર પછી તમામ સભાસદને ભેટ સ્વરૂપે મલ્ટીસ્પેશ્યાલીસ્ટ ડફલ બેગ નંગ-૨ અને કાર્ડ પોકેટ નંગ-૧નું વિતરણ કરવામાં આવ્યું હતું. કિશોરભાઈ રામાવત દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાર્દિકભાઈ પંડયા દ્વારા કરાયુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh