કરતારપુર કોરિડોરનું વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાન

નવી દિલ્હી તા. ૯ઃ ભારતના ડેરા બાબા નાનક સાહેબ અને પાકિસ્તાનમાં આવેલા શિખોના તીર્થસ્થળ ગુરુદ્વારા દરબાર સાહિબને જોડતા કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરિડોરનું કામ ઝડપથી પૂરૃં કરવા બદલ પાક. પીએમ. ઈમરાન ખાનની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ૧૧ વાગ્યે ડેરા બાબા નાનક પહોંચ્યા હતાં. અહીં તેઓ શિખના પાકિસ્તાનમાં આવેલા તીર્થસ્થળ ગુરુદ્વારા દરબાર સાહિબ અને ભારતમાં આવેલા ડેરા બાબા નાનક સાહિબને જોડતા કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. આ પહેલા તેઓ પંજાબના સુલ્તાનપુર પહોંચ્યા હતાં. અહીં તેમણે બેર સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું હતું. અહીં શિખ શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો ભારતથી પાકિસ્તાનમાં આવેલા કરતારપુર કોરિડોર પહોંચશે.

ડેરા બાબા નાનકમાં અકાળી નેતા સુખબીર બાદલ, કેન્દ્રિય મંત્રી હરદીપ પુરી, ગુરુદાસપુરથી સાંસદ સન્ની દેઓલે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં મોદીએ ભજન-કીર્તનમાં ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન દરમિયાન કહ્યું કે, કરતારપુર કોરિડોરનું કામ ઝડપથી કરવા માટે હું ઈમરાન ખાનને અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે, હું પાકિસ્તાનના શ્રમિક સાથીયોનો પણ આભાર માનું છું જેમણે આટલી ઝડપથી તેમના તરફથી કોરિડોરને પૂરો કરવામાં મદદ કરી છે. મારૃ સૌભાગ્ય છે કે, આજે હું દેશને કરતારપુર સાહિબ કોરિડોર સમર્પિત કરી રહ્યો છું. જેવી અનુભૂતિ તમને દરેકને 'કાર સેવા' સમયે થતી હતી તેવી જ મને અત્યારે થઈ રહી છે. હું તમને દરેકને, સમગ્ર દેશને અને સમગ્ર દુનિયામાં રહેતા શિખ ભાઈ-બહેનોને શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું છે કે, મારૃ સૌભાગ્ય છે કે, આજે હું દેશને કરતારપુર સાહિબ કોરિડોર સમર્પિત કરી રહ્યો છું. હું તમને દરેકને, સમગ્ર દેશને અને સમગ્ર દુનિયામાં રહેતા શિખ ભાઈ-બહેનોને શુભેચ્છા પાઠવું છું. ગુરુનાનક દેવજી માત્ર શિખ પંથકની કે ભારતની જ ધરોહર નથી, પરંતુ સંપૂર્ણ માનવતા માટે પ્રેરણા પુંજ છે. ગુરુ નાનક દેવ એક ગુરુ હોવાની સાથે સાથે એક વિચાર પણ છે. જીવનનો આધાર છે. તેમણે સલાહ આપી હતી કે ધર્મ તો આવતો જતો રહેશે, પરંતુ સત્ય મૂલ્ય હંમેશાં રહેશે. તેમણે સલાહ આપી હતી કે, જો આપણે મૂલ્યોને સ્થાયી રાખીને કામ કરીશું તો સમૃદ્ધિ પણ સ્થાયી રહેશે. કરતારપુરના કણ-કણમાં ગુરુનાનક દેવજીના પરસેવાની મહેક છે.

મોદી પહેલા જથ્થામાં પ૦૦ થી વધારે શ્રદ્ધાળુઓને રવાના કરી રહ્યા છે અને પાકિસ્તાનમાં તેમનું સ્વાગત ઈમરાન ખાન કરશે. તેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ જેવા વીઆઈપી પણ સામેલ છે. પાકીસ્તાન સરકારે કહ્યું છે કે, કરતારપુર કોરિડોર ખૂબ સારો રસ્તો છે. ૧ર નવેમ્બરે શિખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવની પપ૦ મી જયંતી છે. તેના ૩ દિવસ પહેલા કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મોદી આજે બપોરે ૧ર વાગે  કોરિડોરનું ઉદ્ઘાટન કરવા બટાલા પહોંચ્યા હતાં.

શ્રદ્ધાળુઓના પહેલા જથ્થામાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, પૂર્વ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ, પંજાબ સરકારના મંત્રી સુખજિંદર સિંહ રંધાવા, તૃપ્ત રાજિંદર સિંહ બાજવા, ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલ સામેલ છે. આ જથ્થામાં ૧૧૭ વીઆઈપી છે. ભારતે દરેકની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવા કહ્યું છે.

કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ જી.જી. હોસ્પિટલનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પ્રાસંગિક પ્રવચનમાં શિખ ધર્મ તથા શિખ ધર્મની વિભૂતિઓનું મહાત્મય વર્ણવી દેશના ઈતિહાસ અને સંસ્કૃતિમાં શિખ સમુદાયના પ્રદાનને બિરદાવ્યું હતું. આ પ્રસંગે તેમણે દેશભરમાં આવેલ શિખ ધર્મના આસ્થા કેન્દ્રો તેમજ શિખ ધર્મને ગૌરવાન્વિત કરતી સંસ્થાઓ જેનું નામ શિખ વિભૂતિઓ સાથે સંલગ્ન હોય તેમનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરની જી.જી. હોસ્પિટલનો પણ ઉલ્લેખ કર્યો હતો.

close
Ank Bandh
close
PPE Kit