જામનગરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસનું સઘન પેટ્રોલીંગ

જામનગરમાં આજે અયોધ્યા ચૂકાદા વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસવડા શરદ સિંઘલના સીધા માર્ગદર્શન હેઠળ સિટી ડીવાયએસપી અજયસિંહ જાડેજાના વડપણ હેઠળ એલસીબી, એસઓજી, સિટી એ ડિવિઝન, સિટી બી ડિવિઝનના સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. વર્ષ ૧૯૯૨માં ૬ ડિસેમ્બરે બાબરી ધ્વંશ થયા પછી ફાટી નીકળેલા કોમી રમખાણ વચ્ચે જામનગર શહેરમાં જે ૧૫ સ્થળોએ નાના-મોટા છમકલા થયા હતાં તે તમામ સ્થળે આજના દિને કોઈ છમકલું ન સર્જાય તે માટે વહેલી સવારથી પોલીસે, એસઆરપીની ટુકડી સાથે ફ્લેગ માર્ચ કરી હતી. ખાસ કરીને સુભાષ શાકમાર્કેટથી માંડવી ટાવર, બર્ધન ચોક સુધીના વિસ્તારોમાં પોલીસે હથિયારોથી સજ્જ થઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો કયાસ કાઢ્યો હતો. નગરના દરબારગઢ, જુમ્મા મસ્જીદ વિસ્તાર સહિતના સ્થળોએ પોલીસ કાફલો ગોઠવવા ઉપરાંત પોલીસે ચાલીને પેટ્રોલીંગ પણ કર્યું હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit