સિંધી સંતની નિશ્રામાં જામનગરમાં શોભાયાત્રા- સત્સંગ-દર્શનના ધાર્મિક કાર્યક્રમનું આયોજન

જામનગર તા. ૧૩ઃ જામનગરમાં સિંધી સમાજ તથા સંત કંવરરામ સાહેબ સેવા સમિતિના ઉપક્રમે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના સિંધ (રહડકીધામ) ના પરમ હજુરી સ્વરૃપ સાંઈ સાધરામ સાહેબ તથા શેહજાદા સાંઈ રોહિતલાલ જામનગરના આંગણે પ્રથમ વખત પધારી રહ્યા છે. સિંધ સમાજના સંતની નિશ્રામાં તા. ૧૩.૮.ર૦૧૯ ના મ્યુનિ. ટાઉનહોલમાં સત્સંગ, શોભાયાત્રા, દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા છે. આજે તા. ૧ર/૮ ના રાત્રે ૮ વાગ્યે અખંડ ધુની સાહેબના પાઠ સાહેબ, રાત્રે ૮.૩૦ થી ૧૦ સુધી ભંડારો-પ્રસાદ, રાત્રે૯ વાગ્યે ભીડભંજન મહાદેવ મંદિરથી ટાઉનહોલ સુધી શોભાયાત્રા યોજાશે. રાત્રે ૯.૩૦ વાગ્યે ટાઉનહોલમાં સચ્ચે સતરામદાસ સાહેબજી અખંડ ધુની સાહેબના પાઠ, રાત્રે ૧૧ વાગ્યે સાંઈ સાધરામ સાહેબના હસ્તે ભોગં સાહેબ યોજાશે.

close
Nobat Subscription