દ્વારકા જિલ્લાની જર્જરીત શાળાઓના પ્રશ્ને એનએસયુઆઈની રજુઆત

જામનગર તા. ૨૦ઃ દેવભૂમિ જિલ્લામાં સરકાર પ્રાથમિક શાળાઓની સ્થિતિ અત્યંત જર્જરીત હોય, આ મુદ્દે જિલ્લા એન.એલ.યુ.આઈ. દ્વારા ખંભાળીયામાં જિલ્લા પ્રા.શા.અધિકારીએ આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી. સેવા સદનમાં વર્ગ ભણાવીને અનોખો વિરોધ વ્યક્ત કરાયો હતો. દ્વારકા જિલ્લા પ્રમુખ દાનાભાઈ માડમ, સંજય આંબલિયા, સાવન કરમુર તથા યુવા કોંગ્રેસ કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા. સરકાર શિક્ષણના નામે કરોડોની જાહેરાતો કરે છે ત્યારે જર્જરીત બિલ્ડીંગોમાં સમારકામ કરવા તથા નવા બિલ્ડીંગોની ફાળવણી કરવા માટે જિ.પ્રા.શિ.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તાળાબંધીની ચીમકી

જો તાકીદે જર્જરીત શાળાના સમારકામ કરવામાં નહીં આવે તથા નવા બિલ્ડીંગો નહીં બનાવાય તો એન.એસ.યુ.આઈ. વાલીઓને સાથે રાખીને તાળાબંધી સાથે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.

close
Nobat Subscription