અરૃણાચલ પ્રદેશમાં પ.પ ની તીવ્રતાનો બીજો આંચકોઃ લોકો ઘરની બહાર દોડ્યા

ઈટાનગર તા. ર૦ઃ અરૃણાચલ પ્રદેશમાં પ.પ ની તીવ્રતાનો ભૂકંપ નો આંચકો નોંધાયો છે, જેથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. ગઈકાલે પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો.

અરૃણાચલ પ્રદેશના પૂર્વિય કાર્મેગ જિલ્લામાં આજે શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે ને ર૪ મિનિટે ફરી પ.પ રીક્ટર સ્કેલની તિવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના કારણે લોકો ઊંઘમાંથી ઊઠી ગયા હતાં અને પોતાના ઘરની બહાર દોડી આવ્ય હતાં.

જો કે, ભૂકંપના કારણે જાનમાલના નુક્સાનના હાલ અહેવાલ પ્રાપ્ત થયા નથી. અરૃણાચલ પ્રદેશમાં ૧૪ કલાકમાં ભૂકંપના બે મોટા આંચકા અનુભવાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે બપોરે બે વાગ્યે ને પર મિનિટે પૂર્વિય કામંગ જિલ્લામાં પ.૬ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેના આંચકા ગુવાહાટી સહિત આસામના કેટલાક ભાગ તથા નાગાલેન્ડમાં પણ અનુભવાયા હતાં.

close
Nobat Subscription