Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વખત દૈત્યોના ગુરૂ શુક્રાચાર્યએ પોતાના શિષ્યો દાનવોની દેવો સામે યુદ્ધમાં કારમો પરાજય જોઈ અત્યંત વ્યથિત થયા. તેમણે તપસ્યાના બળ વડે દેવોને હરાવવાની પ્રતિજ્ઞા કરી. આ પ્રતિજ્ઞા કરી તેઓ અર્બુદ પર્વત પર તપસ્યા કરવા ચાલ્યા હતા.
અર્બુદ પર્વત(આબુ) માં ભૂમિની અંદર ગુફા બનાવી તેમાં પ્રવેશ કરી 'શુક્રેશ્વર' નામના શિવલીંગની સ્થાપના કરી. આ શિવલીંગની તેમણે શ્રદ્ધા-ભક્તિ સાથે ષોડશોપચારે પૂજા-અર્ચના કરી અને શિવ સાધનાનો આરંભ કર્યો.
નિરાદાર અને એક ધ્યાન સાથે તેમણે શિવજીને પ્રસન્ન કરવા દારૂણ તપનો પ્રારંભ કર્યો. આ પ્રકારે તપ કરતાં કરતાં એક હજાર વર્ષ વીતી ગયા.તેના તપથી પ્રસન્ન થયેલા શિવજીએ શુક્રાચાર્યને સાક્ષાત દર્શન આપ્યા. પછી કહ્યુ, ' હું તમારી સાધનાથી પ્રસન્ન થયો છું માટે વરદાન માંગો. તમારી ઈચ્છા હું અવશ્ય પરિપૂર્ણ કરીશ.'
દાનવોના ગુરૂ શુક્રાચાર્ય એ હાથ જોડી અને શિવજીને પ્રાર્થના કરી ' હે દેવાધિદેવ મહાદેવ, જો આપ મારી પર ખરેખર પ્રસન્ન થયા જ હો તો મને એવી વિદ્યા આપો કે જેના વડે હું યુદ્ધમાં મરેલાને પણ જીવતા કરી શકું.'
પ્રસન્ન થયેલા શિવજીએ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાવાળી તથા મરેલા પ્રાણીને પણ જીવતા કરનારી શક્તિવાળી સંજીવની વિદ્યા વરદાન ના રૂપમાં આપી. અને કહ્યું ' હજુ બીજુ કંઈ પણ માંગવું હોય તો માંગો.'
ત્યારે શુક્રાચાર્ય એ કહ્યુ, ' પ્રભુ, કારતક મહિનાની શુકલ પક્ષની આઠમના જો આ શુક્રેશ્વર મહાદેવ ના મંદિરના શિવલીંગનું ભક્તિપૂર્વક પૂજન-અર્ચન કરે તેને અપમૃત્યુનો કદાપી ભય ન રહે.
ત્યારે મહાદેવજીએ, 'તથાસ્તુ' કહી અને શુક્રાચાર્યને તેના મનગમતા વરદાન આપી કૈલાસ પર્વત તરફ પ્રયાણ કર્યું. આ વરદાન મેળવી શુક્રાચાયએ યુદ્ધમાં મૃત્યુ પામેલા અસંખ્ય દૈત્યોને ફરીથી જીવતા કરી દેતા દેત્યોને પરાજીત કરવું દેવો માટે કઠીન બની ગયું.
આ શુક્રતીર્થમાં પિતૃઓની શ્રાદ્ધાદિક ક્રિયા કરવાથી પિતૃગણ સંતુષ્ટ થાય છે. આ પવિત્ર તીર્થક્ષેત્રમાં પુજન-અર્ચન કરવાથી મનુષ્ય બધા જ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. તેને અલ્પમૃત્યુ કે અપમૃત્યુનો ભય નથી રહેતો.
- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial