Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તાલુકાના બરડા વિસતારમાં આવેલા ટીંબડીમાં
ખંભાળિયા તા. ૯: ગુજરાતના વન અને પ્રવાસન રાજ્ય મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરાના પ્રયાસોથી આ વર્ષમાં જ દ્વારકાના ભાણવડમાં બરડા ડુંગરમાં સિંહદર્શન બરડા સફારી શરૂ થયા પછી આવતીકાલે તા. ૧૦-૯-ર૦રપ ના વિશ્વ સિંહ દિનની ગુજરાત કક્ષાની ઉજવણી ભાણવડમાં મુખ્યમંત્રી તથા કેન્દ્રિય વનપર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ છે.
ભાણવડના ટીંબડી ગામ પાસે કપુરડી-ધુમલી રોડ પર તા. ૧૦-૮-ર૦રપ ના સવારે ૧૦ વાગ્યે સિંહદિનની ઉજવણીનો કાર્યક્રમ વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત તથા કેન્દ્ર સરકાર દ્વારા યોજાયો છે.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિશેષ અતિથિ તરીકે કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અતિથિવિશેષ તરીકે ગુજરાતના વન અને પ્રવાસન કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, રાજ્યમંત્રી કુંવરજી બાવળિયા, મુકેશભાઈ પટેલ તથા વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ પૂનમબેન માડમ, રિલાયન્સના એક્ઝિક્યુટીવ તથા સાંસદ પરિમલ નથવાણી, જિ.પં. પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા, પોરબંદર જિ.પં. પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્યો પબુભા માણેક, હેમતભાઈ ખવા, કાંધલભાઈ જાડેજા, અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial