Advertisement
Author: નોબત સમાચાર

ફાર્મા પર ૧૦૦% ટેરિફનાં સમાચારે ભારતીય શેરબજારમાં કડાકો...!!

તા. ૨૬-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

ભારતને અમેરિકાના એચ-૧બી વીઝા માટે વનટાઈમ એક લાખ ડોલર ફીના નિર્ણયની સતત નેગેટીવ અસરે આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએનને સંબોધનમાં યુક્રેન મામલે રશિયાને નવી ચેતવણી આપતાં અને ભારત તેમજ ચાઈના દ્વારા રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદીને રશિયાને યુદ્ધ માટે ફંડ પૂરૂ પાડવામાં આવી રહ્યાના નિવેદન અને ટેરિફ વધારવાની ચીમકીએ આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં ફંડો સાવચેતીમાં વધુ વેચવાલ બન્યા હતા.

સ્થાનિક સ્તરે જીએસટીમાં ઘટાડાનું પોઝિટીવ પરિબળ પણ ડિસ્કાઉન્ટ થવા લાગ્યા સાથે તહેવારોની સીઝનમાં અપેક્ષિત કન્ઝયુમર ખરીદી નહીં જોવાઈ રહ્યાના અહેવાલોએ ભારતીય શેરબજારમાં સતત નેગેટીવ માહોલ જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૫%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૫૦% અને નેસ્ડેક ૦.૫૦% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૬% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૦ અને વધનારની સંખ્યા ૮૮૨ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર ઇન્ડસ્ટ્રીયલ્સ અને મેટલ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ. ૧,૧૨,૬૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૧૨,૭૪૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૧૨,૫૧૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૧૨,૭૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ. ૧,૩૬,૮૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૩૬,૯૦૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૩૬,૫૦૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૭૧ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૩૬,૮૮૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

અદાણી પોર્ટ્સ (૧૪૦૪) : પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૧૩૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૧૩૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૧૪૨૪ થી રૂ. ૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૪૩૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!

અદાણી એનર્જી સોલ્યુશન્સ (૮૮૫) : અદાણી ગ્રુપનો આ સ્ટોક રૂ. ૮૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૮૬૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ. ૮૯૮ થી રૂ. ૯૦૯ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

ભારત ઈલેક્ટ્રોનિક્સ (૪૦૩) : રૂ. ૩૮૮ નો પ્રથમ તેમજ રૂ. ૩૭૪ બીજા સપોર્ટથી એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૪૧૪ થી રૂ. ૪૨૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

અશોક લેલેન્ડ (૧૪૦) : કોમર્શિયલ વ્હીકલ્સ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. ૧૪૫ થી રૂ. ૧૫૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ. ૧૩૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરને ૬.૫૦% જાળવી રાખ્યો છે. મજબૂત સ્થાનિક સ્તરે માંગ, સારા ચોમાસા, આવક વેરામાં રાહત, ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડો અને સરકારી ઈન્વેસ્ટમેન્ટમાં તેજી જોવા મળતાં આર્થિક પ્રવૃત્તિ માટે સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે. જો કે અમેરિકાના ટેરિફના કારણે નિકાસ પર અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, પરંતુ સ્થાનિક માંગ મજબૂત રહેવાના કારણે અર્થતંત્ર વ્યાપક દૃષ્ટિએ સ્થિર રહેવાની શક્યતા છે.

ફુગાવાના ઓછા દબાણને કારણે વર્તમાન નાણાં વર્ષ માટે મોંઘવારી દર ૩.૨૦% સુધી નીચે રહેવાની ધારણા છે, જે રિઝર્વ બેન્કને રેપો રેટમાં વધુ ૨૫ બેઝિસ પોઈન્ટ ઘટાડા માટે પ્રેરણા આપી શકે છે. નાણાંકીય નીતિમાં આ શાંતિ અને સ્થાનિક સ્તરે માંગ મજબૂત રહેવાની અપેક્ષા ભારતીય શેરબજારમાં સહારો આપી શકે છે. તીવ્ર સ્પર્ધા અને વૈશ્વિક ટેરિફ પડકારો હોવા છતાં, આ પરિણામો રોકાણકારો માટે રોકાણ વધારવાની સકારાત્મક સંકેત આપે છે, જે આગામી દિવસોમાં ભારતીય શેરબજાર માટે સહાયક બની શકે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh