Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન મોદીના વિમાને મોરાન બાયપાસની ઈએલએફ પર કર્યું લેન્ડિંગઃ એરિયલ શો નિહાળ્યો

પૂર્વોત્તર ભારતમાં કટોકટી સમયે ઈમરજન્સી લેન્ડિંગ માટે આ ફેસેલિટી ઊભી કરી છે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૪: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાને આજે મોરાન બાયપાસની ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી પર લેન્ડિંગ કર્યું હતું અને ૧૬ યુદ્ધ જ્હાજોના દિલધડક એરિયલ શો વડાપ્રધાને નિહાળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના પ્રવાસે છે. પીએમ ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા. ત્યારપછી તેઓ વાયુસેનાના સી-૧૩૦ એરક્રાફ્ટ દ્વારા ડિબ્રુગઢના મોરાન બાયપાસ પર ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી માટે રવાના થયા હતાં. પીએમનું પ્લેન ડિબ્રુગઢ પાસે મોરાન બાયપાસ પર બનેલી ઈએલએફ પર ઉતર્યું હતું. આ એરસ્ટ્રિપ સૈન્ય વ્યૂહરચના માટે અત્યંત મહત્ત્વની છે, કારણ કે આ વિસ્તાર ચીન સરહદથી માત્ર ૩૦૦ કિ.મી. દૂર છે.

પૂર્વોત્તર ભારતમાં કટોકટીના સમયે મિલિટરી અને સિવિલ એરક્રાફ્ટના લેન્ડિંગ અને ટેક-ઓફમાં મદદ કરવા માટે વાયુસેનાએ ખાસ ઈએલએફ બનાવી છે. આ સુવિધાથી પૂર્વોત્તરમાં કુદરતી આફતો કે યુદ્ધ જેવી સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરીમાં વેગ આવશે. પીએમની હાજરીમાં ઈએલએફ પર રાફેલ અને સુખોઈ સહિત ૧૬ લડાયક વિમાનો એરિયલ શો કરી રહ્યા છે. આ દરમિયાન વિમાનો હાઈવે પરથી જ લેન્ડિંગ અને ટેક-ઓફ કરીને નિદર્શન કરી રહ્યા છે. આ ડેમો અંદાજે ૩૦-૪૦ મિનિટનો રહેશે.

મોદી ફાઈટર, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ૪૦ મિનિટનું એરિયલ ડિસ્પ્લે પણ નિહાળશે. ત્યારપછી તેઓ ઈએલએફથી સી-૧૩૦ મા સવાર થઈને પોતાના પ્રવાસના બીજા ભાગ માટે ગુવાહાટી રવાના થશે. પીએમ આસામ માટે રૂ।. પ,૪પ૦ કરોડના પ્રોજેકટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. છેલ્લા ત્રણ મહિનામાં પીએમ મોદીનો આ ત્રીજો આસામ પ્રવાસ છે. આસામમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં ર૦૧૬ થી સતત બેવાર એનડીએની સરકાર બની છે, જેની પહેલા ર૦૦૧-ર૦૧૬ સુધી કોંગ્રેસની સરકાર હતી.

મોરાન એરસ્ટ્રિપ એનએચ-૧ર૭ ના ૪.૪ કિલોમીટર લાંબા હિસ્સા પર બનાવવામાં આવી છે. આ ભારતની એવી પ્રથમ ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી છે, જેનો ઉપયોગ સેના અને સિવિલ વિમાનો બન્ને માટે કરી શકાશે. ઈએલએફનો અર્થ એ છે કે યુદ્ધ અને કટોકટી જેવી સ્થિતિમાં વિમાનોને હાઈવે પર જ ઉતારી શકાય અને ત્યાંથી જ ઊડાન ભરી શકાય તેવી વ્યવસ્થા હોય, આનાથી રસ્તાનો બેવડો ફાયદો થાય છે. 'ડ્યુઅલ-યુઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના'ના કોન્સેપ્ટ પર તૈયાર કરાયેલી આ ઈએલએફ ૪૦ ટન સુધીના ફાઈટર એરક્રાફ્ટ અને ૭૪ ટન સુધીના મહત્તમ વજન ધરાવતા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને હેન્ડલ કરવામાં સક્ષમ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh