Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ થશે
જામનગર તા. ર૯: 'વોટચોરી'ના મુદ્દે કોંગ્રેસ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. આજે જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતાં.
જામનગરમાં કોંગ્રેસ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમએ જણાવ્યું હતું કે, ૧૦૦ બેઠકમાં દરેક બેઠકમાંથી ૧૦-૧૦ હજાર મતદારોના નામ ગાયબ થઈ ગયા છે. ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરે છે, તેવો આક્ષેપ કર્યો હતો. જેની સામે કોંગ્રેસ દ્વારા લોકજાગૃતિ માટે ઝુંબેશ-આંદોલન ચલાવવામાં આવે છે. ભાજપને જીતાડવા માટે રીતસર કારસો રચવામાં આવી રહ્યો છે. મતોનો તમામને અધિકાર છે, છતાં મતદારના નામ યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવે શું આ લોકશાહી છે? ભાજપને જીતાડવાના-ચલાવાતા પ્રોપેગેંડા સામે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં તા. ૩૧ ના કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
તા. ૮-૯-ર૦રપ ના વિધાનસભાને ઘેરાવ કરવામાં આવશે. તા. ર થી ૬ સપ્ટેમ્બર દરમિયાન શહેરના તમામ ૧૬ વોર્ડના જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, કર્ણાટકમાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે, પરંતુ ઓછા મતથી જીત્યા છે. કોંગ્રેસ શાસનમાં ચૂંટણી પંચના વડાની નિમણૂકની પ્રક્રિયા જુદી હતી, જ્યારે ભાજપના શાસનમાં ચૂંટણી પંચના વડા પોપટ બનીને કામ કરે છે.
આ સમગ્ર વોટચોરીના મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ખાસ ઝુંબેશ શરૂ કરી છે. ખાસ કરીને દરેક મતદારને તેનું નામ મતદાર યાદીમાં છે કે નહીં? તેની પણ ખરાઈ કરાશે.
આ પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, મહિલા પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા, અલ્તાફ ખફી, કોર્પોરેટરો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial